નારંગી વેચી 150 રૂ. કમાતા આ અભણ વ્યક્તિએ ખોલી શાળા, મળ્યું ‘પદ્મ શ્રી’
ગુજરાતના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા સરિતા જોશી, ઈન્ડસ્ટ્રીયલીસ્ટ ગફુરભાઈ બિલાખીયા, ડો. ગુરદીપ સિંઘ (આયુર્વેદીક ડોકટર), નારાયણ જે. જોશી, હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ, આઈઆઈટી ગાંધીનગરના ફાઉન્ડર સુધીરકુમાર જૈનને પણ પદ્યશ્રીથી નવાજવામાં આવ્યા છે.
હરેકલા હજબ્બા એક વ્યક્તિ જે નારંગીનું વેચાણ કરતા હતા, તેને ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ તરફથી ‘પદ્મ શ્રી’ નાગરિક સન્માન મળ્યું હતું. 8 નવેમ્બર, સોમવારે નવી દિલ્હીમાં તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
હજબ્બાને તેમના વતન હરેકલામાં શાળા ખોલીને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જવા બદલ આ એવોર્ડ મળ્યો હતો. તેણે પોતાની બચતમાંથી શાળા ખોલી અને વર્ષ-દર-વર્ષ તેની વૃદ્ધિમાં પણ યોગદાન આપી રહ્યા છે.
25 જાન્યુઆરી, 2020 ના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે હજબ્બાને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવશે. કોવિડની પરિસ્થિતિને કારણે તે સમયે આ કાર્યક્રમ યોજાયો ન હતો.
તેમને એક પત્ર મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ માર્ચ 2020 માં રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષરિત પ્રમાણપત્ર આપવામાં આવશે, પરંતુ ઉપર કોરોનાને કારણે આ સમારંભમાં વિલંબ થયો હતો.
વાય સત્ય કુમાર કે જેઓ ભાજપના રાષ્ટ્રીય સચિવ છે તેમણે પદ્મશ્રી 2021 વિશે ટ્વિટ કર્યું. તેમણે ટ્વિટ કર્યું, “એક વાસ્તવિક હીરો. હરેકલા હજબ્બાજીને મળો. તેઓ એક અભણ ફળ વિક્રેતા કે જેમણે પોતાનું આખું જીવન અને કમાણી અન્યને શિક્ષિત કરવા માટે સમર્પિત કરી દીધી.
તેમણે એક ‘પ્રાથમિક શાળા’ બનાવી છે, તેમના ગામમાં ભણતરથી વંચિત બાળકો માટેની શાળા. #પદ્મશ્રીથી નવાજવા બદલ તેમને અભિનંદન”. ટ્વિટર યુઝર અંકિત જૈન જે પોતાને કોલમિસ્ટ કહે છે તેણે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું, “કર્ણાટકના નારંગી વેચનાર હરેકલા હજ્જાબા… તેમના ગામમાં શાળા શરૂ કરવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે આવકનો એક ભાગ બચાવ્યો. મોદી સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત” થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના કલાકાર સરિતા જોશી, ઈન્ડસ્ટ્રીયલીસ્ટ ગફુરભાઈ બિલાખીયા, ડો. ગુરદીપ સિંઘ (આયુર્વેદીક ડોકટર), નારાયણ જે. જોશી, શાહબુદ્દીન રાઠોડ, આઈઆઈટી ગાંધીનગરના ફાઉન્ડર સુધીરકુમાર જૈનને પણ પદ્યશ્રીથી નવાજવામાં આવ્યા છે.