નારણપુરાઃ દાગીના ધોવાના બહાને ચોરી કરનાર ગઠીયા સાથે વૃદ્ધ દંપતીએ ઝપાઝપી કરી વીંટી પરત મેળવી
વીંટી લઈ ભાગવા જતાં દંપતીએ હિંમત બતાવતાં ગઠીયાનું પર્સ હાથમાં આવ્યું |
અમદાવાદ : શહેરમાં ચોરો અને તસ્કરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છ ે ધોળે દિવસે વિવિધ વેશમા આવીને લોકોના ઘરમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપતા ગઠીયાઓની સંખ્યા પણ વધી ગઈ છે જેના પગલે શહેરીજનો પણ સતત ભયમા રહે છે. આ Âસ્થતિમાં નારણપુરામાં સોનાના દાગીના ધોવાના બહાને એક ગઢીયો વીટી ચોરવા જતા દંપતી સાથે હાથાપાઈ થઈ હતી જેમાગઠીયો ભાગવામાં સફળ રહ્યો હતો જા કે દંપતી તેમની સોનાની વીંટી મેળવવામા સફળ રહ્યુ હતુ.
નારણપુરા અંકુર ચાર રસ્તા ભદ્રેશ્વર ફલેટ રહેતા સુર્યાબેન પરીખ બુધવારે બપોરે પતિ રમેશચંદ્ર સાથે ઘરે એકલા હતા એ વખતે એક વાગ્યાના સુમારે એક ગઠીયો દાગીના ધોવા માટે આવ્યો હતો અને રમેશચંદ્રને વાતો ભોળવી તેમની સોનાની વીટી ધોવા માટે લીધી હતી
દરમિયાન વીંટી પરત આપવાના બદલે ગઠીયાએ વધુ દાગીના ધોવા માંગતા વૃદ્ધ દંપતીને તેની ઉપર શંકા જતા તેણે વીટી પરત માગી હીત જેથી વૃદ્ધ સમજીને ગઠીયો ત્યાથી ભાગતા જતકા ૭૩ વર્ષીય સુર્યાબેન અને તેમના પતિ ગઠીયાની પાછળ દોડી ઝડપી લીધો હતો.
જેની સાથે ઝપાઝપી થઈ હતી બાદમાં ભાગી ગયો હતો પરતુ ઝપાઝપીમા તેનુ વોલેટ પટી જતા રમેશચંદ્રએ તે તપાસતા તેમાંથી તેમની વીટી ઉપરાત ગઠીયાના દસ્તાવેજા મળી આવ્યા હતા ફોટો આઈડી પરથી દંપતી તેને ઓળખી ગયા હતા અને પોલીસને જાણ કરતા વોલેટના દસ્તાવેજા પરથી દાગીના ધોવાના બહાને ચોરી કરતા આવેલો શખ્સ જુના વાડજ ઉધ્ધવનગર ટેકરા પાસે રહેતો મુન્નુકુમાર જાગીન્દ્રર પ્રસાદ હોવાનુ સામે આવ્યુ છે નારણપુરા પોલીસ તેની વિરુદ્ધ ફરીયાદ નોધાવી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.