નારણપુરાઃ રીક્ષામાં ચોરી કરતાં બે શખ્સો ઝડપાયા
અમદાવાદ: ઈસનપુરનાં રહીશ વૃદ્ધ ઘાટલોડીયા જવા નીકળ્યા હતા. જ્યાંથી પરત ફરવાં તેમણે રીક્ષા રોકતાં મુસાફરનાં સ્વાંગમાં બેઠેલાં ચોરોએ તેમનાં ખિસ્સામાંથી રૂપિયા ચોરી લીધા હતા. જાકે વૃદ્ધને જાણ થતાં તેમણે રીક્ષા રોકાવતાં વૃદ્ધને ધક્કો મારી રીક્ષા ગેંગ રફુચક્કર થઈ હતી.
અમરતભાઈ ભરતવાડા ઈસનપુર ખાતે રહે છે. કેટલાંક દિવસો અગાઊ તે પોતાનાં સગાનાં ત્યાં ઘાટલોડીયા ખાતે બેસણામાં હાજરી આપી પરત ફરતાં હતા અને ઘાટલોડીયાનાં ગોપાલચોક ખાતેથી રીક્ષામાં બેઠાં હતાં. જેમાં અગાઊથી જ બે શખ્સો હાજર હતા. આ બંને શખ્સો અમરતભાઈની નજર ચૂકવી ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધા હતા. જાકે અમરતભાઈને શંકા જતાં તેમણે રીક્ષા રોકાવી હતી. જ્યાં બુમાબુમ કરતાં મુસાફરો તેમને ધક્કો મારી રીક્ષામાં ભાગી ગયા હતા.
અમરતભાઈની બુમાબુમ સાંભળી એક મોટર સાયકલ ચાલકે તેમની સાથે રીક્ષાનો ીછઓ કર્યાે હતો અને નારણપુરા ચાર રસ્તા ખાતે રીક્ષાને આંતરી લેતાં બંને ચોર અને રીક્ષા ચાલકે તેમની સાથે ઝપાઝપી કરતાં દૃશ્ય જાઈ રાહદારીઓ એકત્ર થઈ ગયાં હતા. જેનાં પગલે રીક્ષાચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે ગોપાલ ભરત દેવીપૂજક (રહે.અમરેલી) તથા વિજય ભારત દેવીપૂજક (રહે.અમરેલી) નામનાં ચોરોને ઝડપીને નારણપુરા પોલીસને સોંપ્યા હતાં.