Western Times News

Gujarati News

નારણપુરાના ‘વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન’થી ૬૦,૦૦૦ લોકોને પાણીનો લાભ મળશે

ભૂમિપૂજન

અમદાવાદ મ્યુનિસિપલકોર્પોરેશન દ્વારા પશ્વિમ ઝોનના નારણપુરા વોર્ડમાં નવું ‘વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન’ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનું ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલના વરદ્ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુંહતું.

આ પ્રસંગે મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે, ઇજનેર વોટર પ્રોજેક્ટ અંતર્ગત પશ્વિમ ઝોનના નારણપુરા વોર્ડમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૨૯માં ઓશન કોલોના ફ્લેટ પાસે ફાળવેલ પ્લોટ નં.૫૯૫માં નવું ‘વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન’તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંદાજિત ૧૯,૬૪.૨૭ લાખના ખર્ચે તૈયાર થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, નારણપુરા વોર્ડમાં નવા બનનાર‘વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન’થી ભુગર્ભ ટાંકી તથા ઓવર હેડ ટાંકીની ક્ષમતા મુજબ કમાન્ડ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા આવાસો તથા ગ્રીન બેલ્ટ વિસ્તારની હાલની વસ્તી તેમજ ભવિષ્યમાં થનાર ડેવલપમેન્ટ અનુસાર અંદાજિત ૬૦,૦૦૦ વસ્તીને પાણીનો લાભ મળશે.

વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં ભુગર્ભ ટાંકીની ક્ષમતા ૯૦.૦૦ લાખ લીટર છે. જ્યારે ઓવરહેડ ટાંકીની ક્ષમતા ૨૪ લાખ લીટર છે. નેટવર્કની લંબાઇ ૧૭,૨૯૦ મીટર રાખવામાં આવી છે. જ્યારે સદર ટાંકીનો કમાન્ડ વિસ્તાર અંદાજિત ૧.૫ ચો.કિ.મીનો છે.

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયરશ્રી બિજલબેન પટેલ,ડેપ્યુટી મેયરશ્રી દિનેશભાઇ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અમુલભાઇ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.