નારણપુરામાં તૈયાર થનાર આંતરરાષ્ટ્રીય સ્પોટ્ર્સ સંકુલની ડીઝાઈન તૈયારઃ એપ્રુવલ બાદ કામ શરૂ થશે
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદમાં શહેરમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેટીયમ તૈયાર થાયા બાદ હવે આંતરાષ્ટ્રીય કક્ષાનું રમત સંકુલ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. મ્યુ. કોપોરેશન તરફથી રમત ગમત સંકુલની ડીઝાઈન દિલ્હી મોકલવામાં આવી છે જેને એપ્રુવલ મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવશે.
શહેરના નારણપુરા વિસ્તારમાં આંતરાષ્ટ્રીય કક્ષાના રમત સંકુલ માટે મનપા તરફથી કામગીરી શરૂ કરવામાં આવી છે અદાજે ૧૯.૫૦ એકર જમીનમાં રમત સંકુલ બનાવામાં આવશે જેમાં બાસ્કેટબોલ વોલી બોલ માટે બે કોર્ટ બનાવામાં આવશે જ્યારે બેન્ટમીટન માટે આઠ કોર્ટ તૈયાર થશે. સ્પોટ્ર્સ કોમ્પલેક્ષમાં ૪૨ ઠ ૨૪ મીટરનો મલ્ટીસ્પોર્ટસ હોલ તૈયાર થશે આંતરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં કબડ્ડી માટે ૪ કોર્ટ રેસલીગ માટે ૪ કોર્ટ તથા ટેબલ ટેનીસ માટે ૧૨ રૂમ ની ડીઝાઈન કરવામાં આવી છે.
સ્પોર્ટસ સંકુલમાં કોમ્પ્યુનીટી સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવામાં આવશે મલ્ટીપર્પઝ હોલ તૈયાર થશે સદર હોલમાં બેડમીન્ટર્નના ૬ કોર્ટ, ટેબલ ટેનીસસના ૬ રૂમ કેરમના ૬ ટેબલ ચેસના ૯ ટેબલ તેમજ બિલીયર્ડના ૧૦ ટેબલ બનાવવામાં આવશે ઈનડોર મલ્ટી કોમ્પલેક્ષમાં જીમનેસ્ટીક માટે પણ અલગથી વ્યવસ્થા થશેે નારણપુરમાં તૈયાર થનારા સ્પોર્ટ કોમ્પલેક્ષમાં સિનિયર સિટીઝન્સ માટે અલગ બેઠક વ્યવસ્થા ચિલ્ડ્રન ઝોન, સ્કેટીંગ રીંગ બનાવવામાં આવશે તેમજ ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે પાર્કિગ બનશે જેમાં ૮૫૦ ટુ વ્હીલર અને ૮૦૦ ફોર વ્હીલર પાર્ક થઈ શકશે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ માટે અંદાજે રૂ ૫૫૦થી ૬૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.