નારાજ ખેડૂતોએ કંગનાની ગાડીનો ઘેરાવ કરી લીધો

ચંદિગઢ, ખેડૂત આંદોલનની સરખામણી ખાલિસ્તાનીઓ સાથે કરનાર એક્ટ્રેસ કંગનાની કારને ગઈ કાલે પંજાબમાં નારાજ લોકોએ ઘેરી લીધી હતી. ખેડૂતો પર કરેલી ટિપ્પણથી નારાજ ખેડૂતોએ ચંદીગઢ ઉના નેશનલ હાઈવે પર કીરતપુર સાહેબ ખાતે કંગનાની ગાડીનો ઘેરાવ કર્યો હતો.લોકોના ગુસ્સાને જાેઈને કંગનાએ ગાડીની બહાર નિકળીને માફી માંગી હતી.
જાેકે એ પછી કંગનાએ હવે સોશિયલ મીડિયા પર કહ્યુ છે કે, મને કોઈએ માફી માંગવા માટે કહ્યુ નથી અને હું માફી માંગુ પણ કેમ? હું ખેડૂત વિરોધી નથી , હા લોકો થોડા નારાજ હતા અને તેમને મારા માટે ફરિયાદો હતી પણ મેં તેમને સાંભળ્યા બાદ મારી વાત પણ સમજાવી હતી.
કંગનાએ આગળ કહ્યુ હતુ કે, મહિલાઓ સાથે મેં જે વાત કરી હતી તે બીજા વિષય પર હતી.ત્યાં બધા મીડિયાના કેમેરા પણ હતા.મહેરબાની કરીને અફવા ના ફેલાવો.હું હંમેશા ખેડૂતોના સમર્થનમાં છું અને એટલા માટે જ મેં કૃષિ કાયદાની તરફેણ કરી હતી.SSS