નારાયણ ગરીબ પરિવાર અનાજ યોજનાઃ 76 જરૂરિયાતમંદ કુટુંબોને અનાજની કિટ મળી
અમદાવાદ, નારાયણ સેવા સંસ્થાને ઇસનપુરમાં રવિવારે લગભગ 76 કુટુંબોને અનાજની મફત કિટનું વિતરણ કર્યું હતું.
અનાજની એક કિટમાં લોટ, 5 કિલોગ્રામ ચોખા, ખાંડ, સોયાબીનનું તેલ 2 લિટર, મીઠું 1 કિલો, દાળ 2 કિલો, 500 ગ્રામ દળેલું મરચું, 200 ગ્રામ હળદર, 200 ગ્રામ ધાણાજીરું, 500 ગ્રામ ચા સામેલ હતી.
લોકડાઉન પછી નારાયણ સેવા સંસ્થાને અનાથ, ગરીબ, વૃદ્ધ અને વંચિત લોકોને મફત અનાજની 29798 કિટ, 94502માસ્ક અને એનએસએસ કોરોના મેડિસિન કિટનું વિતરણ કર્યું છે. છેલ્લાં થોડાં મહિનાઓમાં સંસ્થા રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં મફત માસિક અનાજનું વિતરણ કરી રહી છે.
નારાયણ સેવા સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રશાંત અગ્રવાલે કહ્યું હતું કે, “જેમણે મહામારીમાં પોતાની આજીવિકા ગુમાવી છે, તેમની મદદ કરવા માટે તેમને તમામ પ્રકારના અનાજની સામગ્રી ઉપલબ્ધ કરાવીએ છીએ. દાનના માધ્યમથી જરૂરિયાતમંદોને મફત ભોજન, માસ્ક અને એનએસએસ કોરોના મેડિસિન કિટ જેવી સુવિધાઓ નિઃશુલ્ક પ્રદાન કરવી પણ જરૂરી છે.”
અનાજની કિટના વિતરણ દરમિયાન ‘માસ્ક હૈ જરૂરી’ અભિયાન અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ધારણ કરવાના નિયમોનું કડકપણે પાલન કરવાની સૂચના આપી છે.