નારાયણ રાણે વિરુદ્ધ પુણેમાં એફઆઈઆર દાખલ થઈ

મુંબઈ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. શિવસેના ખુબ આક્રમક જાેવા મળી રહી છે. નાસિકમાં નારાયણ રાણે વિરુદ્ધ કેસ દાખલ થયો છે. નાસિક પોલીસે ધરપકડના આદેશ આપ્યા છે અને વોરન્ટ બહાર પાડ્યું છે. નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જાે તેઓ ત્યાં હોત તો તેમને (સીએમ) એક જાેરદાર થપ્પડ મારત. કારણ કે મુખ્યમંત્રી ૧૫ ઓગસ્ટના રોજ નાગરિકો માટે પોતાના સંબોધન દરમિયાન સ્વતંત્રતાના વર્ષને ભૂલી ગયા હતા. તેમણે કહ્યું હતું કે ‘આ શરમજનક છે કે મુખ્યમંત્રીને સ્વતંત્રતાના વર્ષની ખબર નથી. તેઓ પોતાના ભાષણ દરમિયાન સ્વતંત્રતાના વર્ષોની ગણતરી અંગે પૂછવા માટે પાછળ ઝૂકી ગયા. જાે હું ત્યાં હોત તો હું તેમને એક જાેરદાર થપ્પડ મારત. નારાયણ રાણે વિરુદ્ધ પુણે શહેરના ચતુરશ્રીંગી પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર દાખલ થઈ છે. આ એફઆઈઆર યુવાસેનાએ નોંધાવી છે. એફઆઈઆર આઈપીસીની કલમ ૧૫૩ અને ૫૦૫ હેઠળ દાખલ થઈ છે.
નારાયણ રાણેએ નાસિકમાં કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરીને જન આશીર્વાદ રેલી કાઢી હતી. ઉપરથી સીએમ વિશે વિવાદિત નિવેદન આપ્યું. જેને લઈને મહારાષ્ટ્ર સરકાર આકરા પાણીએ છે. નાસિકમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ થયો છે અને ધરપકડના આદેશ અપાયા છે. રાણેની જન આશીર્વાદ યાત્રા મહાડ પહોંચ્યા બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. તે સમયે તેઓ પત્રકારો દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા. એક પત્રકારે તેમને કહ્યું કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું જાેખમ છે અને બાળકો પર ખતરો વધુ છે આથી મુખ્યમંત્રીએ ભીડથી બચવાનું કહ્યું છે તો નારાજ થઈને નારાયણ રાણેએ કહ્યું કે તેમને નથી ખબર કે તેઓ અમને શું જણાવશે. તેઓ કયા ડોક્ટર છે? ત્રીજી લહેરનો અવાજ ક્યાંથી આવ્યો? તેઓ તો એમ પણ કહેતા હતા કે બાળકો જાેખમમાં છે અને લોકોને ડરાવે છે. અશુભ ન બોલો.SSS