Western Times News

Gujarati News

નારાયણ સેવા સંસ્થાને કોવિડ-19 સામે લડવા 24×7 ટોલ ફ્રી નંબર લોંચ કર્યો

ઉદયપુર, કોવિડ-19 રોગચાળાને પગલે હોસ્પિટલમાં બેડની ઓછી સંખ્યા, ઓક્સિજનના સીલિન્ડરની મર્યાદિત સંખ્યા અને રોગચાળાના નિવારણ માટે મૂળભૂત જરૂરિયાતોનો અભાવ જેવા પરિબળોએ સ્થિતિને વધારે ગંભીર બનાવી દીધી છે. જોકે જ્યારે રોગચાળાનું નિવારણ મહત્વપૂર્ણ છે,

ત્યારે સાચી માહિતી સાથે લોકોને વધારે જાગૃત કરવાની પણ જરૂર પડશે. આ માટે વર્ષોથી જરૂરિયાતમંદ અને દિવ્યાંગજનો માટે કાર્યરત બિનસરકારી સંસ્થા નારાયણ સેવા સંસ્થાન (એનએસએસ)એ કોવિડ-19 સામેની લડાઈને ટેકો આપવા 24*7 ટોલ-ફ્રી નંબર 18003091111 લોંચ કર્યો છે.

આ સેવા હાલના કટોકટીના સમયગાળા દરમિયાન દિવ્યાંગજનો અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આ સેવા આપવા 15 નિષ્ણાતોની ટીમ હશે, જેઓ પોષક આહાર, ભોજનની આદત, કુદરતી ઉપચાર અને સેનિટાઇઝશનની પદ્ધતિઓ પર જાણકારી ક્વોરેન્ટાઇન થયેલા અને કોવિડ-19થી પીડિત લોકોને આપશે. ઉપરાંત આ સર્વિસ કોવિડ-19 અને એના નિવારણ માટેના પગલાં પર પણ ઉપયોગી જાણકારી મેળવવા ઇચ્છતાં લોકોને પણ મળશે.

નારાયણ સેવા સંસ્થાનના પ્રેસિડન્ટ શ્રી પ્રશાંત અગ્રવાલે કહ્યું હતું કે, “અમે દિવ્યાંગજનો માટે ટોલ-ફ્રી સર્વિસ નંબર 18003091111 શરૂ કર્યો છે, જે 24*7 કાર્યરત રહશે. એની પાછળનો વિચાર રોગચાળાની સ્થિતિમાં ચિંતા ઘટાડવાનો અને લોકોને કોવિડ-19ના ચિહ્નો વિશે વધારે જાગૃત કરવાનો છે

તેમજ લોકોને ઘરે યોગ્ય ઉપચારો વિશે જાણકારી આપવાનો છે. અમે 15 નિષ્ણાતોની ટીમ ઊભી કરશું, જેઓ અમારા એનએસએસ મિત્રને સલાહ આપશે, જેઓ આ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક સલાહ આપશે. એનએસએસ મિત્રની ટીમ કોલ કરનાર તમામને સ્વાસ્થ્ય સંબંધિત સલાહ નિઃશુલ્ક આપશે. અમારી આ ટીમ રાજસ્થાનના ઉદેપુરમાં બે શિફ્ટમાં કામ કરશે.”

દરમિયાન એનએસએસ ઉદેપુરમાં દિવસમાં આશરે 500 લોકોને નિઃશુલ્ક ભોજનનું વિતરણ કરે છે. કર્ફ્યૂની સ્થિતિમાં એનએસએસનો ઉદ્દેશ ભોજનના વિતરણ દ્વારા રાજ્યના લોકોની સેવા કરવાનો તથા આ રોગચાળાના પ્રસારને ટાળવા નિઃશુલ્ક સલાહ પ્રદાન કરવાનો છે.

એનએસએસની ટીમે અગાઉના લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય, જરૂરિયાતમંદ અને દિવ્યાંગજનો વચ્ચે 154120 નિઃશુલ્ક ફૂડ રાશન કિટ, 77005 માસ્કનું વિતરણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.