નારોલથી પીરાણા જવાના રસ્તા પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો
અમદાવાદ: અમદાવાદના રસ્તા પર વધુ એક વખત હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદમાં રાહદારીઓને ગાડીથી ટક્કર મારીને ભાગી જવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે આ વખતે અકસ્માત અમદાવાદના નારોલથી પીરાણા જવાના રસ્તા પર બન્યો છે. કારચાલકે ટક્કર મારીને એક રાહદારીને ઉડાડ્યો હતો, જેમાં તેનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
આજે ગુરુવારની સવારે એક વ્યક્તિ પોતાની નોકરી અર્થે ટિફિન લઈને જઈ રહ્યા હતા, એ સમયે રસ્તો ક્રોસ કરતા સમયે બોલેરો કારે તેને ટક્કર મારી હતી. કારના ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે, એક બોલેરો કારચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો.
બોલેરો કારે રાહદારીને ટક્કર મારી હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. આ બોલેરો કાર હાર્દિક શાહના નામે આરટીઓમાં રજિસ્ટર્ડ છે. રજિસ્ટ્રેશનમાં હાર્દિક શાહનું સરનામુ ખોખરાના સુરીકેષનગર ભાયપુરા રોડનુ હોવાનું ખૂલ્યું છે.તો બીજી તરફ, મૃતક વ્યક્તિની હજુ સુધી કોઈ જ ઓળખ થઈ નથી. ટ્રાફિક પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ તથા બોલેરો ચાલકની શોધખોળ શરૂ કરી છે.