નારોલની ફેક્ટરીમાંથી બે બાળ મજૂરો છોડાવાયા
અમદાવાદ : અમદાવાદના વિકાસની સાથે રોજગારીની તકોનુ પુષ્કર સર્જન થયું છે જા કે સિક્કાની બીજી બાજુની જેમ શહેરનાં કેટલાક કારખાનાઓમા બાળમજૂરી પણ વધી ગઈ છે ક્યારેક મજબુરીનો કારણે તો ક્યારેક જબરદસ્તીથી મજુરી કરતા બાળકોની સંખ્યા વધી ગઈ છે કેટલીક વખત પોલીસ કે સ્વેચ્છીક સંસ્થાઓના ધ્યાને આવતા આવા બાળકોને છુટકારો થાય છે નારોલની એક ફેક્ટરીમાંથી પણ બે બાળમજુરોને છોડાવવામાં આવ્યા છે હેવાન ફેક્ટરી માલિક બાળકો સાથે મારઝુડ કરતો હોવાનું બહાર આવ્યુ છે.
શીતલબેન એક સ્વૈચ્છીક સંસ્થાના કો ઓર્ડીનેટર છે ગઈકાલે તેમને નારોલની એક ફેક્ટરીમાં કામ કરતા બાળકો સાથે મારઝુડ કરવાની ફરીયાદ હતી જેના પગલે શીતલબેન નારોલ પોલીસને જાણ કરીને તેમને સાથે રામી કૌશરની બાજુમાં આશીયાના પાર્ક ખાતે આવેલ એક કારખાના રેઈડ કરી હતી.
રામકુમાર પુનવાસી બાંસી (૧૫ વર્ષ) અને મોનું બાંસી (૧૪) વર્ષ મળી આવ્યા હતા બંને બાળકો મુળ રાયબરેલી યુપીનાં છે જે ફેક્ટરીમાં માલિક રેહાનખાન અલ્લામખાન પઠાણના ઘરે કીજીએન પાર્ક વટવા કેનાલ ખાતે રહેતા હતા બંને માસુમ બાળકો પાસે જબરદસ્તી કામ કરવાતુ હોવાનુ રેહાન ખાને કબુલ્યુ હતુ અને જે કામ કરવાની ના પાડે તો તેમને માર મારવાની આવતો હતો પોલીસે તેના વિરુદ્ધ બાળમજુરી અંતર્ગત કકેસ કરી કરી તપાસ હાથ ધરી છે.