નારોલમાંથી એક શખ્સ રિવોલ્વર સાથે પકડાયો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ: જુહાપુરામાં થોડા દિવસો અગાઉ એક શખ્સને ઢોર માર મારવાનો વિડીયો વાયરલ થતાં સમીર પેંંદી અને તેના સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરમ્યાનમાં બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે નારોલથી એક શખ્સને ઝડપી રિવોલ્વર અને કાર્ટીઝ ઝપ્ત કરી હતી.
પૂછપરછમાં સમીરનો આ સાગરીત જુહાપુરાના શખ્સની હત્યા કરવા રીવોલ્વર લાવ્યાનું બહાર આવ્યુ છે. ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળતાં તેમણે વાચ ગોઠવી હતી. અને અમીર ઉર્ફે આમીર મામા પઠાણ (ફતેવાડી) ની અટક કરી તેની પાસેથી રીવોલ્વર તથા જીવતા કારતુસ કબજે કર્યા હતા. તપાસમાં આમીર સમીર પેંદી અને સુલતાન નામના માણસો જુહાપુરાના સજનું ગોટીલાલને મારવા આ હથિયાર લાવ્યાનું બહાર આવ્યુ હતુ. પરંતુ મારામારીના કેસમાં સમીર અને સુલતાન પકડાઈ જતાં આમીર આ રીવોલ્વર પોતાની પાસે સંતાડી હતી. એક શખ્સની હત્યા કરવા લાવ્યો હોવાનું બહાર આવ્યુ