નારોલમાંથી નકલી દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ: ૮.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત
(પ્રતિનિધિ)અમદાવાદ, દરેક વસ્તુની નકલ બનાવીને તેને બજારમાં વેચવાનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. નકલખોરોએ તેમાં સ્ટેશનરીથી લઈ મેડીકલ તથા ખાદ્ય પદાર્થાેને પણ આવરી લીધા છે. આ સ્થિતિમાં નારોલમાંથી નકલી મોસ્કીટો લીકવીડ બનાવતું આખું કારખાનું ઝડપાયું છે. પોલીસે લીકવીડ ભરેલી બોટલો સહિત રૂપિયા સાઠ આઠ લાખથી વધુની કિંમતનો સામાન જપ્ત કર્યાે છે. ઉપરાંત એક શખ્સને પણ ઝડપીને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે ગોદરેજ કંપનીના કોપીરાઈટ ઓફીસર તરીકે કાર્ય કરતાં વિશાલસિંહ જાડેજાને નારોલ જેતપુર ગામ ચોસર રોડ નજીક એક ખાનગી ફેક્ટરીમાં ડુપ્લીકેટ ઈનોનું મેન્યુફેક્ચરીંગ થતું હોવાની માહિતી મળી હતી. જેને પગલે તેમણે નારોલ પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસને સાથે રાખીને વિશાલસિંહ જાડેજા- ચોસર રોડ પર આવેલી સાંઈ ફેક્ટરીની સામે આવેલાં ગોડાઉન પર પહોંચ્યા હતા.
જ્યાં તપાસ કરતા ગુડનાઈટ ગોલ્ડ ફ્લેશ, મોસ્કીટો લીકવીડ ૮૪૦૦ નંગ જેની કિંમત ૬.૩૦ લાખ રૂપિયા, ગોલ્ડ ફ્લેશ લેબલ, બોટલ, રેપર, ટેપરોલ, પ્લાસ્ટિકનાં પ્લેન રોલ, હીટીંગ મશીન, પેકીંગ મશીન, ઉપરાંત ઈનોનાં પ્રિન્ટીંગવાળાં રોલ પણ મળી આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે ગોડાઉન માલીક પરવેઝ મોહમંદ રહીમ નીગલર (નુરાની પાર્ક, નારોલ) વિરદૃદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
અત્રે નોંધનીય છે કે, શહેરમાં મોટાભાગનાં બજારોમાં સેંકડો નકલી ચીજવસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. જેની કિંમત ઓછા હોવાને કારણે નાગરીકો ખરીદતાં પણ હોય છે. પરંતુ નકલી દવાઓની ફેક્ટરી પડતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે.