નારોલમાંથી પશુ ચોરી કરનાર ગેંગને સરખેજ પોલીસે ઝડપી લીધી
અમદાવાદ,
શહેરના નારોલ વિસ્તારમાંથી કેટલાક દિવસ અગાઉ ૧૩ જેટલી ભેંસોની ચોરી થઇ હતી. જેની ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં થઈહતી. આ દરમિયાન આ ઘટનામાં સંડોવાયેલા શખ્સો વિશે સરખેજ પોલીસને બાતમી મળી હતી જેના આધારે મિમનગર, ફતેહ વાડીનજીક આવેલા એક મકાનમાં દરોડો પાડયો હતો. જ્યાંથી પાંચ ઇજાગ્રસ્ત ભેંસોને બચાવી લેવાઈ હતી. પરંતુ પશુ ચોરો એ ગેરકાયદેસરરીતે આઠ ભેંસોની કતલ કરી નાખી હતી. પોલીસે આ પશુ માંસ નો જથ્થો જપ્ત કર્યો હતો.
ઉપરાંત સાહિદ ઉર્ફે સાહિલ સલીમભાઈ કુરેશી (રહે. ફૈઝ રો હાઉસ, ફારુક આઝમ સ્કુલ પાછળ, ફતેહવાડી તથા અન્ય કેટલાકકિશોરોને પણ ઝડપી લીધા હતા. જ્યારે આ ચોરીમાં સંડોવાયેલા અન્ય કેટલાક શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવા પશુચોરો મધરાતે ત્રાટકી રહ્યા છે. જેના પગલે માલધારીઓ પરેશાન થઈગયા છે.