નારોલમાંથી પીસીબીએ રૂ ૧૧ લાખના ઈગ્લિશ દારૂના જથ્થા સાથે બેની અટક કરી
અમદાવાદ: પીસીબીને રાજસ્થાનથી ગુજરાતમાં આવતા ઈગ્લિશ દારૂનો મોટો જથ્થો ભરીને આવતી ટ્રક નારોલમાંથી પસાર થવાની બાતમી મળી હતી જેને આધારે તેમની ટીમે ટ્રકને ઝડપીને ૧૧ લાખનો ઈગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પીસીબીના પીએસઆઈ ચાવડા તથા તેમની ટીમ પેટ્રોલીગમાં હતી તે વખતે રાજસ્થાનથી ટ્રકમાં ઘઉના જથ્થાની આડમાં ઈગ્લિશ દારૂનો મોટો જથ્થો નારોલ નજીક થી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી જેનાઆધારે તેમની ટીમે નારોલ નજીક વોચ ગોઠવતા બાતમી મુજબની ટ્રક પસાર તથા તેને કોડન કરી લેવાઈ હતી અને ટ્રકના ડ્રાઈવર નામ નવદિપ દેવીલાલ બીશનોઈ (રહે હરિયાણા) અને ક્લીનર અક્ષયકુમાર બીશનોઈ તે પણ રહે હરિયાણા ને ઝડપી લીધા હતા અને ટ્રકની તપાસ કરતા પ્રથમ નજરે ઘઉનો જથ્થો મળી આવ્યો હતો
જાે કે સઘન તપાસમાં તેની નીચેથી રૂ ૧૧ લાખથી વધુનો ઈગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને સતપાલ બાદુજી, સુનિલ તથા રાજુ હીસાર નામના વધુ ત્રણ શખ્શોના નામ ખુલ્યા છે પોલીસે ૪૮૦ ઘઉની બોરી તથા ૧૧ લાખનો દારૂનો જથ્થો સહિત કુલ રર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ અંગે ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશમાં નોધાઈ છે.