નારોલમાંથી ૫૦થી વધુ નકલી ATM કાર્ડ સાથે બે શખ્સો જબ્બે
અમદાવાદ: નારોલ પોલીસે ૫૦થી વઘુ બનાવટી એટીએમ સાથે બે શખ્સો ઝડપ્યા છે આરોપીઓ અલગ અલગ બેંકોના ગ્રાહકોનાં ડેટા મેળવીને આ ડેટા બ્લેન્ક માસ્ટર કાર્ડ પર ઇન્સર્ટ કરીને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પાસવર્ડ તથા ગ્રાહકના નંબરો લખી બનાવટી કાર્ડ બનાવતા હતાં. નારોલ પોલીસે ક્લોન કરેલા બનાવટી એટીએમ, ડેબીટ કાર્ડનો ઉપયોગ કરીને આર્થિક ફાયદા માટે ઠગાઇ કરતાં બે આરોપીઓની ધરપકડ કરી છે.
નારોલ પોલીસ આ ગુનામાં ઉંડી ઉતરી છે અને અગાઉ પણ ૧૦૦થી વધુ કાર્ડ સાથે મુંબઈના અજયસિંહ દહીયા અને ભુપેન્દ્રસિંહ જાટની ધરપકડી કરી ચુકી છે. નારોલ પોલીસે ક્લોન કરેલા બનાવટી એટીએમ, ડેબીટ કાર્ડનો ઉપયોગ કરીને આર્થિક ફાયદા માટે ઠગાઇ કરતાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી ૫૦થી વધુ ક્લોન કરેલા એટલે કે બનાવટી એટીએમ કાર્ડ મળી આવ્યા છે.
અગાઉ નારોલ પોલીસે ક્લોન કરેલા એટીએમ સાથે જે બે શખ્સોને ઝડપ્યા હતા તેમની પાસેથી પણ ૪૫ જટેલા કાર્ડ મળી આવ્યા હતા. એ આરોપીઓની પૂછપરછમાં નવા નેટવર્કનો ખુલાસો થયો હોવાની શક્યતા છે. જો કે તેઓ ગ્રાહકોનાં ડેટા ક્યાંથી મેળવતા હતાં અને આ ડેટા કાર્ડમાં ઇન્સર્ટ કોણ કરતું હતું તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
તો બીજી તરફ આરોપીઓ આટલા મોટા પ્રમાણમાં કાર્ડનો જથ્થો લઇને ગુજરાત શા માટે આવ્યાં, અત્યાર સુધીમાં તેમણે કોની કોની સાથે છેતરપિંડી કરી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને આશંકા રહેલી છે કે, આ ગેંગમાં હજી પણ અન્ય કેટલાક આરોપીઓ સંડોવાયેલા છે.
આ પ્રકારે પોલીસ જ્યારે આરોપીઓને ઝડપી અને તેમની પાસે બનાવટી એટીએમ ઝડપી રહી છે ત્યારે સાયબર સિક્યોરિટી અને ગ્રાહકોનો ડેટા કેટલો સુરક્ષિત છે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.