નારોલમાં કાપડની ફેકટરીમાં ભીષણ આગ
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાના કારણે આગ લાગવાની નાની મોટી ઘટનાઓ ઘટી છે. આ દરમિયાનમાં શહેરના નારોલ વિસ્તારમાં કોઝી હોટલ પાસે આવેલી જાણીતી કાપડની ફેકટરીમાં ગઈકાલે અચાનક જ ધુમાડા નીકળવા લાગતા શ્રમિકો ચોકી ઉઠયા હતાં અને સહી સલામત તમામ બહાર નીકળી ગયા હતાં.
જાકે ગણતરીની મીનીટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની ફેકટરીઓને ખાલી કરાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ર૦થી વધુ ગાડીઓ સ્થળ પર પહોચી હતી અને આજે સવારે પણ પાણીના સતત મારા છતાં આગ સંપૂર્ણપણે કાબુમાં આવી નથી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. અગાઉ બે વર્ષ પહેલા પણ આજ કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે મોટી માત્રામાં કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દિવાળીના પવિત્ર તહેવારોમાં ફટાકડાના કારણે ફાયરબ્રિગેડનું તંત્ર હાઈએલર્ટ પર હોય છે. અમદાવાદ શહેરમાં રામોલ, પાલડી સહિતના વિસ્તારોમાં આગની છુટી છવાઈ ઘટનાઓ ઘટી છે. દિવાળીના દિવસે ફાયરબ્રિગેડના અધિકારીઓ સતત દોડધામ કરતા જાવા મળતા હતાં.
આ દરમિયાનમાં ગઈકાલે શહેરના નારોલ વિસ્તારમાં કોઝી હોટલ પાસે આવેલી જાણીતી વિશાળ કાપડની ફેકટરીમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થતાં જ આસપાસના લોકો ચોંકી ઉઠયા હતાં દરમિયાનમાં ફેકટરીમાં કામ કરતા શ્રમિકોમાં પણ દોડધામ મચી ગઈ હતી અને તેઓ બહાર નીકળી ગયા હતાં આ અંગેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી.
જાકે ફેકટરીમા કાપડનો મોટો જથ્થો પડેલો હોવાથી ધુમાડા નીકળવાની શરૂઆત થયા બાદ ગણતરીની મીનીટોમાં જ આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી અને જાતજાતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઝીંદાલ નામની કાપડની ફેકટરીમાં લાગેલી ભીષણ આગના કારણે ધુમાડાના ગોટેગોટા સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયા હતાં જેના પરિણામે આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને ભારે અફડાતફડીનો સર્જાયો હતો
ભીષણ આગના કારણે આસપાસની ફેકટરીઓમાંથી પણ શ્રમિકો બહાર નીકળી ગયા હતાં બીજીબાજુ આ અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ પરનું દ્રશ્ય જાતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને ફાયરબ્રિગેડનો વધુ સ્ટાફ બોલાવાયો હતો.
ગઈકાલે ર૦થી વધુ ગાડીઓ સ્થળ પર આવી પહોચી હતી અને ચારેય બાજુથી પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ ફેકટરીમાં પડેલા કાપડના મોટા જથ્થાના કારણે આગ વધુને વધુ વિકરાળ બની રહી હતી સતત પાણીના મારાના કારણે ધીમેધીમે આગની તીવ્રતા ઓછી થવા લાગી હતી.
મોટાભાગના ફાયરસ્ટેશનના ઓફિસરો તથા ચીફ ફાયર ઓફિસર સ્થળ પર પહોચી ગયા હતાં ફાયરબ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ આગ આસપાસ ન પ્રસરે તે માટેના સફળ પ્રયાસો કર્યાં હતાં. ફાયરબ્રિગેડના અધિકારીઓએ આસપાસના વિસ્તારોમાંથી પણ પાણીની ટેન્કરો ભરાવી પાણીનો સતત મારો ચાલુ રાખ્યો છે. ગઈકાલે રાતભર પાણીનો મારો ચાલુ રખાયો હતો તેમ છતાં આગ હજુ સુધી કાબુમાં આવી નથી.
આજે સવારે પણ ફાયરબ્રિગેડની સાત ગાડીઓ પાણીનો મારો કરી કરી રહી છે. જાકે આગની તીવ્રતા ઘટના ફાયરબ્રિગેડના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો છે અને સાંજ સુધીમાં આગ કાબુમાં આવી જશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. હજુ પણ પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો છે. ફેકટરીમાં કોઈ શ્રમિક ફસાયો છે કે નહી તે અંગેની તપાસ પણ કરવામાં આવી છે અને ઘટના સ્થળ પર એમ્બ્યુલન્સને પણ હાજર કરી દેવાઈ છે.
ઝીદાલ ફેકટરીમાં લાગેલી ભીષણ આગ હજુ પણ સંપૂર્ણપણે કાબુમાં નહી આવતા આસપાસના નાગરિકોમાં ભયનો માહોલ જાવા મળી રહયો છે. ગઈકાલ રાતભર આસપાસના લોકો સ્થળ પર હાજર જાવા મળતા હતાં. બે વર્ષ પહેલા પણ આજ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી અને ત્યારબાદ ગઈકાલે ફરી એક વખત આગની ઘટના ઘટી છે.
આગમાં ફેકટરીમાં પડેલુ મોટી કિંમતની કાપડ બળીને ખાખ થઈ ગયું છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહયું છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આગની બીજી ઘટના રામોલમાં બની હતી મહાદેવ કોમ્પલેક્ષમાં એક દુકાનમાં આગ ફાટી નીકળતા તાત્કાલિક ફાયરબ્રિગેડનો સ્ટાફ પહોચી ગયો હતો. આસપાસની દુકાનોમાં આગ પ્રસરે નહી તે માટે સ્થાનિક નાગરિકોએ પાણીનો મારો ચલાવ્યો હતો.
એક તબકકે ટોરેન્ટના અધિકારીઓ દ્વારા આ કોમ્પલેક્ષમાં વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. રાણીપમાં પણ એક દુકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહયું છે. જાકે ગણતરીની મીનીટોમાં જ આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. આ ઉપરાંત પાલડી વિસ્તારમાં પણ આગની એક ઘટના ઘટી હતી.