નારોલમાં ઘર આગળ લઘુશંકા કરવાની ના પાડતાં હોમગાર્ડે યુવાનને ઢોર માર માર્યો
દારૂના અડ્ડા પર હપ્તા ઉઘરાવતાં હોવાનો પરીવારનો આક્ષેપ : વચ્ચે પડતાં
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગત કેટલાંક સમયથી પોલીસ દ્વારા કાયદેસર અથવા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લઈને આરોપીઓને ઢોર માર મારવાની ફરીયાદો ખૂબ જ ઉઠી છે. જેનાં પગલે પોલીસ બેડામાં પણ ચકચાર ફેલાઈ છે. કેટલાંક કિસ્સામાં પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ પણ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં નારોલ વિસ્તારમાં આવેલી કોયલી તલાવડી નજીક પોલીસ જેવાં લાગતાં ખાનગી કપડામાં આવેલાં ચાર શખ્સોને ઘરની સામે પેશાબ કરવાની ના પાડતાં તેમણે યુવાનને ઢોર માર માર્યો હોવાની ફરીયાદ સામે આવી છે.
નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતી કોયલી તલાવડી જીઈબી સબ સ્ટેશનની બાજુમાં રહેતાં મહીલા સુનીતાબેન કાવેઠીયાએ ફરીયાદ નોધાવી છે કે ગુરુવારે સાંજના સાત વાગ્યાના સુમારે પરીવારજનો સાથે ઘરે હતા એ સમયે સિવીલ ડ્રેસમાં આવેલાં પોલીસ જેવાં લાગતો માણસ તેમના મકાનની સામેની ગલીમાં પેશાબ કરવા ઉભો હતો. જેથી સુનિતાબેનનાં દિયર રાકેશભાઈએ ેઅહીયા બૈરા છોકરા રહે છે. પેશાબ ન કરો.”
એમ કહ્યું હતું. જેથી પેશાબ કરતાં શખ્સે તેમની સાથે સામાન્ય બોલચાલ કરી ત્યાંથી જતો રહ્યો હતો. જા કે થોડીવાર બાર અન્ય એક વ્યકિત જે પણ ખાનગી કપડામાં તો અને પોલીસ જેવો લાગતો હતો. સાથે તે પરત ફર્યો હતો. અને રાકેશભાઈ સાથે ઝઘડો કરી લાકડાનાં દંડા વડે બંને શખ્સોએ માર મારતાં તે ઈજાગ્રસ્ત બન્યા હતા.
આ અંગે નારોલ પોલીસ મથકનાં પીઆઈ જાદવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મારામારી કરનાર બેમાંથી એક વ્યકિત હોમગાર્ડનો જવાન હોવાનું જાણવા મળ્યું છે. જયારે તેની સાથે અન્ય વ્યકિત કોણ હતો તે અંગેની તપાસ ચાલુ છે. ઉપરાંત તે હોમગાર્ડ બાજુની સોસાયટી શિવમ પાર્કમાં રહેતો હોવાનું વધુમાં પીઆઈ જાદવે કહ્યું હતું.
બીજી તરફ ફરીયાદીનાં પરીવાર સાથે વાત કરતાં રાકેશભાઈનાં પત્નીએ આક્ષેપ મુકયો હતો. કે અમારા ઘરની સામે ચાલતાં દારૂનાં અડ્ડા ઉપર પોલીસવાળાં દારૂ પીવા તથા હપ્તા ઉઘરાવવામાં આવે છે. ગઈકાલે તેમને ઘરની સામે પેશાબ કરવાનું ના પાડતાં પોલીસ જેવાં લાગતા વ્યકિતએ રાકેશભાઈને બહાર આવ તને બતાવું કહીને જતો રહ્યો હતો. અને થોડીવાર બાદ બીજા પોલીસવાળાને લઈને રાકેશભાઈને માર માર્યો હતો.
વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે રાકેશભાઈને છોડાવવા હું તથા મારી જેઠાણી વચ્ચે પડતાં અમને પણ ડંડા માર્યા હતા. બાદમાં ત્યાંથી રહયા હતા. જા કે સમગ્ર હકીકત સંપૂર્ણ તપાસ બાદ જ બહાર આવશે. જા આ મારામારીમાં પોલીસ કર્મીઓ સંડોવાયેલા હશે તો પોલીસની દબંગભાઈનો વધુ એક કિસ્સો બહાર આવશે.