નારોલમાં ફટાકડાં ફોડવા બાબતે મારામારી કરી ઘરમાં તોડફોડ
રાત્રે ફટાકડા ફોડતા હોકી, લાકડીઓ વડે હુમલો કરાયો
નારોલના પૂજા બંગ્લોઝમાં આકાશ ગુપ્તા (ઉં. ૩૧) પરિવાર સાથે રહે છે અને જમાલપુરમાં કરિયાણાની દુકાન ધરાવે છે
નવી દિલ્હી,નારોલના પૂજા બંગ્લોઝમાં ગુરુવારની રાત્રે ફટાકડા ફોડવાની બાબતે થયેલી તકરારમાં ચારથી વધુ લોકોએ પરિવાર પર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી હતી. નારોલ પોલીસે એક મહિલા અને બે પુરુષ સામે ગુનો નોંધ્યો છે.નારોલના પૂજા બંગ્લોઝમાં આકાશ ગુપ્તા (ઉં. ૩૧) પરિવાર સાથે રહે છે અને જમાલપુરમાં કરિયાણાની દુકાન ધરાવે છે.
ગુરુવારે રાત્રે આકાશના ઘરે બહેન અને બનેવી આવ્યા હતા. રાત્રે પરિવારના સભ્યો, બહેન-બનેવી આકાશભાઈના ઘર બહાર ફટાકડા ફોડી રહ્યા હતા તે દરમિયાન પાડોશી જગદીશ મહારાજ અને રોહિત રાજપૂત હોકી અને લાકડી લઈને આવ્યા હતા. આટલી મોડી રાત્રે ફટાકડા કેમ ફોડો છો કહીને આકાશ, તેના બહેન અને બનેવી સાથે તકરાર કરી હોકી, લાકડી મારી હતી.
બાદમાં જગદીશે ફોન કરી અન્ય લોકોને પણ બોલાવતા દસ જેટલા માણસો આવ્યા હતા અને આકાશના પરિવાર પર હુમલો કર્યાે હતો. દોડી આવેલા અન્ય લોકોએ મામલો થાળે પડાવી આકાશ અને બનેવીને હોસ્પિટલ મોકલી આપ્યા હતા. જોકે, જગદીશ મહારાજ, રોહિત રાજપૂત અને કિરણબેને આકાશના ઘરમાં તોડફોડ કરી નાસી ગયા હતા. નારોલ પોલીસે જગદીશ મહારાજ, રોહિત રાજપૂત, કિરણબેન સામે ફરિયાદ નોંધી છે.ss1