નારોલમાં મનપાના પાર્કિગ પ્લોટ પર બિલ્ડરનો કબજો
બહેરામપુરામાં એક જ બાંધકામને બે વખત તોડવા ટીમ મોકલીઃપરિણામ શૂન્યઃ વપરાશ શરૂ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોના ધંધામાં તેજી આવી ગઈ છે. મ્યુનિસિપલ ચૂંટણીનું વર્ષ હોવાને કારણે શાસક પક્ષ દ્વારા બિલ્ડરો પ્રત્યે સંવેદન દાખવવામાં આવી રહીછ ે. જેનો લાભ કેટલાંક ભ્રષ્ટ અધિકારીઓ પણ લઈ રહ્યા છે. શાસક પક્ષના નરમ વલણ અને ચૂંટણીની આડમાં સરે-આમ કાયદાનો ભંગ કરી રહ્યા છે. તથા ભૂ-માફિયાઓને સમર્થન આપી રહ્યા છે.
શહેરના મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજરે બેરોકટોક અનઅધિકૃત બાંધકામો થઈ રહ્યા છે. દક્ષિણ ઝોનમાં મનપાના રીઝર્વ પ્લોટ તથા પા‹કગ પ્લોટ પર પણ બિલ્ડરોએ કબજા જમાવ્યો છે. તેમ છતાં તેમની સામે કાર્યવાહી થતી નથી. એવી જ રીતે પોલીસ બંદોબસ્ત મળ્યો હોવા છતાં ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવતા નથી. તેમજ તેના ડીમોલીશન કરવામાં આવેલા બાંધકામોના વપરાશ પણ શરૂ થયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં મ્યુનિસિપલ એસ્ટેટ અધિકારીઓ અને બિલ્ડરોની મજબુત સાંઠગાંઠના કારણે બેરોકટોક ગેરકાયદેસર બાંધકામો ચાલી રહ્યા છે. બહેરામપુરા વોર્ડના સુએઝ ફાર્મ પટેલ મેદાનમાં ખુબ જ મોટી સંખ્યામાં મંજુરી વિનાના બાંધકામો થઈ ગયા છે. તથા હાલ ચાલી પણ રહ્યા છે.
તેમ છતાં તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્થાનિક સુત્રોનું માનીએ તો ગેરકાયદેસર બાંધકામો તોડવાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગ એકબીજા પર દોષારોપણ કરતાં રહે છે. પરંતુ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેનું ઉત્તર ઉદાહરણ હાઝીમ રેસીડેન્સી નામનું બાંધકામ છે.
દાણીલીમડા વિસ્તાર (ઈલેકશન વોર્ડ-બહેરામપુરા) માં ભારત ટ્રેડર્સની ગલીમાં આવેલ સદ્દર બાંધકામને તોડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને દિવાળીના દિવસે બંદોબસ્ત માંગ્યો હતો. જેની પાછળની ગણતરી બંદોબસ્ત ન મળે એ હતી. પરંતુ દાણીલીમડા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન-૬ દ્વારા મનપાની માંગણી મુજબ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. તેથી એસ્ટેટ ખાતા દ્વારા નાછુટકે ટીમ મોકલવામાં આવી હતી. પરંતુ પાંચ માળની બિલ્ડીંગમાં થોડા ઘણા ગાબડા પાડીને ટીમ પરત ફરી હતી. આ મામલે ભારે ઉહાપોહ થયો હોવાથી ઝોનના પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર અને વર્તમાન આસિસ્ટન્ટ કમિશ્નર ફરીથી બંદોબસ્તની માંગણી કરવા મજબુર બન્યા હતા.
પરંતુ ઓકટોબરથી જાન્યુઆરી મહિના સુધી અધિકારીઓએ અમી દ્રષ્ટી રાખી હોવાથી જે બાંધકામ થોડા ઘણા અંશે પણ તોડવામાં આવ્યુ હતુ તે ફરીથી થઈ ગયુ હતુ તથા તેમાં વપરાશ પણ શરૂ થઈ ગયો હતો. પરંતુ તેનો ઉલ્લેખ બંદોબસ્તના નવા પત્રમાં કરવામાં આવ્યો નહોતો.
તેથી ડીસીપી ઝોન-ઊ દ્વારા માંગણી મુજબ સ્ટાફની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ૦૬ મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ ટીમ અને પોલીસ કર્મચારીઓ સ્થળ બાંધકામ તોડવા માટે ગયા તે સાથે જ ૧પ થી ર૦ જેટલી મહિલાઓએ તેમને ઘેરી લીધા હતા તથા બાંધકામ ન તોડવા ઉગ્ર રજુઆત કરી હતી. જેના કારણે કાયદા-વ્યવસ્થાના કારણ આપીને બાંધકામ તોડ્યા વિના જ ટીમ પરત આવી હતી.
આ સમગ્ર મામલે વોર્ડના ઈન્સ્પેક્ટર અને ઉચ્ચ અધિકારી સામે શંકાની સોય તાકવામાં આવી રહી છે. પુર્વ ડેપ્યુટી કમિશ્નર પરાગ શાહના કાર્યકાળ દરમ્યાન જ આ બાંધકામ કરવામાં આવ્યુ હતુ. તથા રપ ઓક્ટોબરે તેમના કાર્યકાળ દરમ્યાન જ તોડવા માટે ટીમ ઈ હતી. તેઓ સમગ્ર હકીકતથી પૂરા વાકેફ હોવા છતાં સદ્દર બાંધકામના પુનઃ નિર્માણને અટકાવ્યુ નહોતુ. તેમજ તેને કાયદેસર સીલ પણ કરવામાં આવ્યુ નહોતુ. બાંધકામમાં વપરાશ શરૂ થઈ ગયો હોવા છતાં તેમણે રહીશોને મકાન ખાલી કરવા નોટીસ પણ આપી નહોતી તથા પુરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્તની માંગણી પણ કરી નહોતી. જેના કારણે બાંધકામને તોડવામાં આવ્યુ નથી તથા તેનો ૧૦૦ ટકા વપરાશ શરૂ કરાવવા માટે બિલ્ડરને તક આપવામાં આવી હોવાનું સુત્રોએ વધુમાં ભારપૂર્વક જણાવ્યુ હતુ.
બહેરામપુરા વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચા ઝોન એસ્ટેટ ખાતામાં પણ ચાલી રહી છે. વોર્ડ દીઠ આસિસ્ટન્ટ કમિશ્નરની નિમણુંક થયા બાદ પરાશ શાહે બહેરામપુરા વોર્ડનો હવાલો તેમની પાસે જ રાખ્યો છે. તથા વોર્ડના બે ભાગ કરીને તેમના માનીતા ઈન્સ્પેક્ટરોની બદલી પણ આ વોર્ડમાં જ કરાવી છે. જેના કારણે ઝોનના અન્ય વોર્ડના ઈન્સ્પેક્ટરોમાં નારાજગી જાવા મળી રહી છે. આસિસ્ટન્ટ કમિશ્નર પરાગ શાહ દ્વારા એસ્ટેટ ખાતાનો હવાલો પણ સંભાળી રહ્યા છે.
લાંભા વોર્ડમાં સ્વÂસ્તક સેન્ટર પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશને રીઝર્વ પ્લોટમાં નાગરીકો માટે ઓપન પા‹કગ બનાવ્યુ છે. જેની પાછળ પુષ્પક ઈન્ડ.પાર્ક નામની સ્કીમ ચાલી રહી છે. સદ્ર સ્કીમના બિલ્ડરે મનપાના પા‹કગ પ્લોટ ફરતે દિવાલ કરી તેમાં પત્થર લગાવ્યા છે. તથા પાર્કિગનો મુખ્ય દરવાજા બંધ કરી ઈન્ડ.પાર્કની અંદરથી નવી એન્ટ્રી આપી છે. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બોર્ડ પણ હટાવી દીધીં છે. ચોંકાવનારી બાબત એ છે કે કોર્પોરેશન પાસે ફંડની કોઈ અછત નથી તેમ છતાં આસિસ્ટન્ટ કમિશ્નરે (એસ્ટેટ-મધ્યસ્થ) બિલ્ડરને પ્લોટ ફરતે દિવાલ કરવા જણાવ્યુ હતુ. તેથી બિલ્ડરની મહેરબાનીનો બદલો આપવા તેને પુરો પ્લોટ જ આપી દેવામાં આવ્યો હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ ખાનગી બિલ્ડરો પાસેથી ડેવલપ કરાવવાની કોઈ નીતિ અમલમાં નથી તેમ છતાં ઝોનના પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પરાગ શાહે પ્લોટ ડેવલપ કરવા બિલ્ડરને છૂટ આપી હતી. આ સમગ્ર મુદ્દે ઝોનના ડેપ્યુટી કમિશ્નર આર.કે.મહેતા સમક્ષ ફરીયાદ કરવામાં આાવી હોવા છતાં હજી સુધી કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નહોવાનું સુત્રોએ ંવધુમાં જણાવ્યુ હતુ.