નારોલમાં મહીલા પ્રોફેસરનો ફોન ચોરી મિત્રોને બિભત્સ મેસેજ કરતાં ફરિયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ: નારોલ પોલીસ સ્ટેશનમાં વિચિત્ર ચોરીની ફરીયાદ નોંધાઈ છે. જેમાં એક મહીલા પ્રોફેસરનો ફોન ચોર્યા બાદ ચોરે તેમની ફોન લીસ્ટમાં રહેલી સ્ત્રી મિત્રોને બિભત્સ મેસેજ કર્યા હતા આ સાંભળી મહીલા પ્રોફેસર પણ ચોંકી ગયા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે રંજીતાબેન પરમાર તેમના પતિ વિજયભાઈ સાથે નારોલમાં આવેલી એક સોસાયટીમાં રહે છે અને કલોલમાં આવેલી એક કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે ગયા મહીનાની ૩૦ તારીખે રંજીતાબેન પતિ સાથે રાત્રે ટીવી જાેતા જાેતા સુઈ ગયા હતા એ સમયે તસ્કરો તેમના ઘરમાં ત્રાટકીને ચાર્જીંગમાં મુકેલો ફોન ઉપરાંત ર૧ હજારથી વધુની મત્તા ચોરી ગયા હતા.
નોકરી જવાનું હોવાથી તેમણે તત્વપુરતી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યુ હતું ત્રણ દિવસની રજા બાદ રંજીતાબેન કોલેજ જતાં તેમની સ્ટાફ મારફતે તેમને જાણવા મળ્યું હતું કે ચોરાયેલા ફોનમાંથી તેમની મહીલા સહકર્મીઓ તથા અન્ય મિત્રોને ચોરે ગંદા મેસેજ કર્યા હતા. આ ઘટનાથી ચોંકી ગયેલા રંજીતાબેને તે તમામ સ્ક્રીન શોટ મેળવ્યા હતા અને તેની રંગીન પ્રીન્ટ કઢાવી હતી બાદમાં પતિ સાથે નારોલ પોલીસ સ્ટેશને પહોંચીને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ રૂા.ર૧,૬૦૦ની રોકડ તથા મોબાઈલ ફોન સહીત કુલ રૂા.૩૧,૬૦૦ની મત્તાની ચોરીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસ પણ આ કિસ્સો સાંભળી ચોંકી ગઈ હતી અને આ અંગે તાત્કાલીક કાર્યવાહી શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ફોન ચોરી થયા બાદ ચોર તેને સ્વીચ ઓફ કરે છે અથવા સીમ કાર્ડ તોડીને ફેંકી દેતા હોય છે. SSS