Western Times News

Gujarati News

નારોલમાં યુવતિની આત્મહત્યાઃ લોકડાઉન પછી આપઘાતનું પ્રમાણ વધ્યું

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગઈકાલે બે યુવકોએ પોતાના ચાર સંતાનોની હત્યા કરી આત્મહત્યા કરી લેવાની ઘટનામાં તપાસ ચાલી રહી છે આ દરમિયાનમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાંચ વ્યકિતઓએ આત્મહત્યા કરી છે જેમાં નારોલમાં એક યુવતિએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો છે.

આ અંગેની વિગત એવી છે કે ગુલબાઈ ટેકરા પર સખામુખીના વાસમાં રહેતા રમેશભાઈ પરમારે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતાં જ ગુજરાત યુનિ. પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રમેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પરિવાજનોની પુછપરછ શરૂ કરી હતી જાકે તેમાં આત્મહત્યાનું કોઈ કારણ જાણવા મળ્યું ન હતું

જયારે બીજા બનાવ સાબરમતી વિસ્તારમાં બન્યો હતો મોટેરા સ્ટેડિયમ સામે આવેલા ચામુંડા પાર્ક વિભાગ-૧માં રહેતા ર૦ વર્ષના દુર્ગેશ દુબે નામના યુવકે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ અંગેની જાણ સાબરમતી પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ દુર્ગેશના મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે.

શહેરના ઈસનપુર હાઈવે પર વૈભવ હોલની સામે આવેલા સહજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતી શિવાની મુકેશભાઈ પ્રજાપતિ નામની ૧૯ વર્ષની યુવતિએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી શિવાનીની આત્મહત્યાથી પરિવારજનો ખૂબજ વ્યથિત બની ગયા છે આ અંગેની જાણ નારોલ પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ શિવાનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં હરીધામ સોસાયટીમાં રહેતા દીપકભાઈ પાટીલ નામના ૩૮ વર્ષીય યુવકે એસિડ પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

આ અંગેની જાણ થતાં તાત્કાલિક દિપકભાઈને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં   ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમની Âસ્થતિ ખૂબ જ નાજુક બની ગઈ હતી અને આખરે સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું રામોલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જયારે અન્ય એક બનાવ ખોખરા અમરાઈવાડી વિસ્તારમાં બન્યો છે ગુજરાત હાઉસીગ બોર્ડના મકાનમાં રહેતા ચંદુ સુરેશભાઈ મુદલીયાર નામના યુવકે બીમારીથી કંટાળીને ખોખરા સીટીએમ બ્રીજ પરથી પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી આ અંગે ખોખરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.