નારોલમાં સામાન્ય બાબતમાં પાડોશીએ માતા પુત્રીને છરીનાં ઘા માર્યા
અમદાવાદ : શહેરનાં નારોલ વિસ્તારમાં પાડોશી સાથેનાં ઝઘડામાં માતા પુત્રી ઉપર છરીઓ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે પોલીસે આ અંગે ફરીયાદ દાખલ કરી તમામ હાથ ધરી છે.
ફરજાના બાનું અંસારી અલીફ નગરની બાજુમાં કેનાલ રોડ નારોલ ખાતે રહે છે બે દિવસ અગાઉ તેમનાં પાડોશમાં રહેતા ઈકબાલભાઈ સાથે સામાન્ય ઝઘડો થયો હતો એ બાબતની અદાવત રાખી ગઈકાલે ઈકબાલભાઈએ ફરજાનાબાનું સાથે ઝઘડો કર્યો હતો અને જાતજાતામાં તેમની સાથે ઝપાઝપી કરી છરીના ઘા મારી દીધા હતા માતા સાથે મારામારી થતા જાઈ મોટી દીકરી સાયમાબાનું વચ્ચે પડતા ઈકબાલબાઈની પત્નીએ તેને પીઠમાં છરીઓ મારી હતી.
ઉપરાંત તેમનાં એક સગા વચ્ચે પડતાં ઝનુની બનેલા ઈકબાલભાઈ તેમની પત્ની તસ્લીમ તથા સાસુએ તેમના ઉપર પણ હુમલો કરી દેતા ત્રણેય લોહીલુહાણ થઈ ગયા હતા બાદમાં ત્રણેય ૧૦૮માં એલજી હોસ્પીટલમાં ખાતે લઈ જવાયા હતા જ્યા ત્રણેયની સારવાર ચાલુ છે બીજી તરફ પોલીસે ત્રણેયની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.