Western Times News

Gujarati News

નારોલ-શાહવાડીમાં બે લાખ ચો.મી. રીઝર્વ જમીન પર દબાણ

કોર્પોરેશને દબાણ દૂર કરવા કોઈ જ કાર્યવાહી કરી નથી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભૂ.માફીયાઓ અને બિલ્ડરોની હિંમત વધી રહી છે. ગેરકાયદેસર બાંધકામોમાં સરકારી અધિકારીઓનો સાથ-સહકાર મળ્યા બાદ સરકારી જમીન અને કોર્પોરેશનના રીઝર્વ પ્લોટો પર બેરોકટોક દબાણ થઈ રહયા છે. ટી.પી. સ્કીમોની મંજૂરીમાં થતા વિલંબ નો લાભ ભૂ-માફીયાઓ અને સ્થાનિકની ટી.પી. સ્કીમ નં.પ૩,પ૪ પપ અને ૫૬આના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

ટી.પી. પ૩ માં બિલ્ડરો અને રાજકારણીઓ મન મુકીને સરકારી જમીન પર બાંધકામ કર્યા છે. તથા ઉચ્ચકક્ષાએ મેળાપીપણા કરીને મરજી મુજબ રીઝર્વેશન મુકવામાં સફળ થયા છે. જેના પરીણામે જ સોસાયટીના કોમન પ્લોટ પણ રીઝર્વશેનમાં આવી ગયા છે.
જેનો પ્રજાકીય કામ માટે કોઈ જ ઉપયોગ થઈ શકે તેમ નથી ! ઈસનપુર (સાઉથ) ની ટી.પી. સ્કીમ નં.પપ તથા નારોલ શાહવાડી ટીપી સ્કીમ ૫૬ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે.

જેમાં કોર્પોરેશન ના ફાળે આવેલી કપાત પૈકી લગભગ ૯૦ ટકા જમીન પર દબાણ છે. એક અંદાજ મુજબ ટી.પી. પપ અને ૫૬ માં અંદાજે અંદાજે બે લાખ ચો.મી જમીન પર ફેકટરી, શેડ, ગોડાઉન તથા રહેણાક પ્રકાર ના દબાણ છે.

રાજય સરકાર અને મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના કારણે સરકારી તથા રીઝર્વશન જમીન પર મોટાપાયે દબાણો થઈ ગયા છે. શહેરમાં સરકારશ્રી દાખલ હોય તેવી જમીન પર બેરોકટોક બાંધકામ થાય છે.

જેની સામે કોર્પોરેશન તરફથી કાર્યવાહી થતી નથી. જયારે ગાંધીનગરમાં અગાઉથી થયેલ ગોઠવણ ના કારણે રાજકારણીઓની જમીન પર કપાત થતી નથી. તથા તદ્‌ન બિનઉપયોગી હોય તેવી જમીન પર રીઝર્વેશન મુકવામાં આવે છે. ઈસનપુરની ટી.પી. સ્કીમ નં.પપમાં કોર્પોરેશનને ૪૮ પ્લોટ મળ્યા છે. જેનું ક્ષેત્રફળ એક લાખ ચો.મી. કરતા વધારે છે.

જે પૈકી માત્ર પાંચ પ્લોટ જ રહેણાંક વિસ્તારમાં છે. તેથી ટી.પી. પપમાં નાગરીકોને પ્રાથમિક સુવિધા મળી નથી. જયારે ૪૮ પૈકી ૪૩ પ્લોટ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છે. તેમાં ૩૭ પ્લોટ પર દબાણ છે.

મતલબ કે ટી.પી. પપ માં કોર્પોરેશનને જે ૪૮ શહેર મળ્યા છે તે પૈકી માત્ર ૧૧ પ્લોટ જ ખુલ્લા છે. જયારે ૩૭ પ્લોટ પર ફેકટરી તથા ગોડાઉન પ્રકારના બાંધકામ છે. કોર્પોરેશને જે દબાણમુકત પ્લોટ મળ્યા છે. તે પૈકી ૦ર પ્લોટમાં આવાસ યોજનાના મકાનો બની રહયા છે. ટી.પી. પપ માં બગીચા પાર્કીગ સ્કુલ પ્લેગ્રાઉન્ડ તથા ફાયરસ્ટેશનના હેતુ માટે રીઝર્વેશન રાખવામાં આવ્યા છે.

પરંતુ તમામ પ્લોટ પર દબાણ છે. તેથી આ ટી.પી.માં નાગરીકોને બગીચા પ્લે-ગ્રાઉન્ડ, પાણીની ટાંકી, પમ્પીગ સ્ટેશન હોસ્પીટલ, લાયબ્રેરી જીજનેશીયન સ્વીમીંગ પુલ જેવી કોઈ જ સુવિધા મળી શકે તેમ નથી. સદ્દર ટી.પી.માં અંદાજે ૮૦ હજાર ચો.મી. જમીન પર દબાણ થઈ ગયા છે. જે તમામ ઈન્ડસ્ટ્રીયલ પ્રકારના છે. જેમાં ધાર્મિક બાંધકામ છે. ફાઈનલ પ્લોટ નં.૧૪પ/ર માં ૧૪૧પ ચો.મી. જમીન પર ઈન્ડ.બાંધકામ છે. તથા અગાઉ થી થયેલ મેળાપીપણા ના કારણે પ્લોટમાં જવા માટે સ્વતંત્ર રસ્તો પણ નથી.!

કેટલાક પ્લોટ પર તો ૧૦૦ ટકા દબાણ છે. ફાયનલ પ્લોટ નં.૧પર અને ૧પ૩ ની ૧૭૦૦ ચો.મી. જમીન પર મુકેશ ઈન્ડ.નું દબાણ છે. નોધનીય બાબત એ છે કે ભાજપના હોદેદારોએ ૧૭૦૦ ચો.મી. હડપ કરનાર મુકેશ ઈન્ડ.ના નામથી જનમાર્ગના બસ સ્ટેન્ડને નામ પણ આપવામાં આવ્યુ છે ઈસનપુર ટી.પી. પપ ના રીઝર્વ પ્લોટ ખુલ્લા કરવા કે કબજા લેવા માટે દક્ષિણઝોન એસ્ટેટ ખાતા દ્વારા કોઈ નકકર કાર્યવાહી થઈ નથી. જેના પરીણામે કેટલાક પ્લોટ બેંકમાં ગીરવે મુકીને લોન પણ લેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.