નાલંદામાં એક મહિલાની શંકાસ્પદ રીતે લાશ મળી આવી
નાલંદા: બિહારના નાલંદામાં એક ડેન્ટિસ્ટ પતિએ પોતાની પત્નીને લોખંડના સળિયાથી માર મારીને હત્યા કરી હતી. હત્યાનું કારણ ૧૫ લાખ રૂપિયા માનવામાં આવી રહ્યું છે જે ડેન્ટિસ્ટ પતિએ પોતાની પત્નીને પીયરમાંથી લાવવાની જીદ પકડી હતી. આ ઘટના લહેર પોલીસ સ્ટેશન વિસ્તારની શિવપુરી મહોલ્લાની છે. જ્યાં એક મહિલાની લાશ શંકાસ્પદ હાલતમાં મળી હતી. મૃતક મહિલાની ઓળક સુમનના રૂપમાં થઈ હતી. સુમનના પરિજનોએ ડેન્ટિસ્ટ પતિ ઉપર હત્યાનો આરોપ લગાવ્યો છે.
પોલીસે પતિની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ધીરેન્દ્ર કુમારની પત્ની સુમન કુમારી શિવપુરી મોહલ્લામાં એક ભાડાના મકાનમાં રહેતી હતી. માનવામાં આવી રહ્યું છે કે ધીરેન્દ્ર દરરોજ પોતાની પત્ની પાસે દહેજ માટે ત્રાસ આપતો હતો. તે પોતાની ક્લિનિકને વધારે આગળ વધારવા માંગતો હતો. ધીરેન્દ્ર પોતાની પત્નીને પીયરમાંથી ૧૫ લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરતો હતો. ત્યારબાદ ધીરેન્દ્ર દરરોજ પોતાની પત્ની સાથે મારપીટ કરતો હતો. ઘટનાના સંબંધમાં બનેવીને કહ્યું હતું કે સુનની હત્યા તેના પતિએ જ કરી છે. જ્યારે ધીરેન્દ્રનું કહેવું છે કે તેની પત્નીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ આ પાસા અંગે તપાસ કરી રહી છે.
સુમનના પિતા મહેશ પ્રસાદના જણાવ્યા પ્રમાણે ૨૦૧૭માં સુમનના લગ્ન ધીરેન્દ્ર સાથે થયા હતા. લગ્નના સમયે દહેજની મોટી રકમ અને બહુ બધો સામાન આવ્યો હતો. પિતાનું કહેવું છે કે અનેક વખત સુમને પોતાના પરિવારને દુઃખ સાથે મારપીટ અને અભદ્ર વ્યવહાર અંગે જણાવ્યું હતું. પિતાનું કહેવું છે કે ધીરેન્દ્ર છાસવારે પુત્રીને ત્રાસ આપતો હતો. દર છ મહિને તે પોતાનું ભાડાનું મકાન બદલી દેતો હતો. આ ઉપરાંત ધીરેન્દ્રનું કોઈ અન્ય સ્ત્રી સાથે લફરું હોવાની વાત પણ જણાવી હતી. તેમનું કહેવું છે
ગત રાત્રે તેના ભાઈ સાથે તેણે લોખંડના સળિયા વડે મારીને પુત્રીની હત્યા કરી દીધી હતી. સદર ડીએસપી ડો. શિબ્લી નોમાનીના જણાવ્યા પ્રમાણે સુમના પરિવારે પતિ ઉપર હત્યાનો આરોપ લગાવ્યો છે. જ્યારે ડેંન્ટીસ્ટે ધીરેન્દ્રને ખુદ ફાંસી લગાવવાની વાત ગણાવી છે. અત્યારે પોલીસે પતિને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. પોસ્ટમોર્ટમ માટે મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. હત્યા કેવી રીતે થઈ તેની તપાસ ચાલી રહી છે.