Western Times News

Gujarati News

નાળીયેરીના રોપા ખરીદો અને મેળવો હજારો રૂપિયાની સબસીડી

પોરબંદરમાં નાળીયેરીના રોપામાં સબસીડીના નામે છેતરપિંડી

પોરબંદર, નારીયેળીના રોપાની ખરીદી ઉપર સબસીડી મળશે તેમ જણાવીને ઈશ્વરીયાના પાંચ ખેડૂતોને બોટલમાં ઉતારી યુ.પી.ના ત્રણ શખ્સોએ ૬૮૭પ૦ની છેતરપિડી કરતા પોલીસ ફરીયાદ નોધાવાઈ છે.

ઈશ્વરીયા ગામે રહેતા અને સીમમાં દસ વીઘાની જમીન ધરાવતા વિશાલ બાબુભાઈ ઉકાણી ઉ.વ.૩૯ દ્વારા પોલીસ ફરીયાદ નોધાવાઈ છે. કે, તા.૧/૩ ના ત્રણ હિન્દી ભાષી નડીયયાદની ભુમપીત બાયોપ્લાન્ટીક કંપનીમાં કામ કરે છે. અને નારીયેળીના રોપા વહેચવા માટે આવ્યા છે. તેઓ યુ.પી.ના ફીરોજાબાદ જીલ્લાના રીષી મહેશકુમાર યાદવ રહે. હરદેવ ઉર્ફે અંકીત સુખેન્દ્ર યાદવ અને સૌરવ બોધપાલસિંહ યાદવ હોવાનું જણાવ્યું હતું

અને ૩પ૦ રૂપિયાનો નારીયેળીનો એક રોપાનો ભાવ છે. અને તેમાં રોપા દીઠ ર૬ર રૂપિયા સબસીડી મળશે. તેમ જણાવી બે વીઘા ખેતર માટે ૧ર૦ રોપાના ૪ર.૦૦૦ રૂપિયા થશે જેમાં પ૦૦૦ ડીપોઝીટ આપવાની અને બાકીના ૩૭૦૦૦ રોપા આપવા આવે ત્યારે દેવાના રહેશે તેમ જણાવતા ફરીયાદીએ પ૦૦૦ રૂપિયા ડીપોઝીટ પેટે આપ્યા હતા.

ત્યારબાદ અઠવાડીયા પછી આ ત્રણે શખ્સો ટેમ્પોમાં ૧ર૦ રોપા લઈને આવ્યા હતા અને ફરીયાદીએ ૧૭૦૦૦ રોકડા તથા ર૦,૦૦૦ ગુગલ-પે થી મોકલીને જમીનના ૭/૧ર ૮- અ સહીતના દસ્તાવેજોની નકલ અને ફોટા આપ્યા હતા. અને આ રોપા ફરીયાદીએ વાવી દીધા હતા.

પંદર દીવસ પછી રીષી યાદવને ફોન કરીને વધુ ૩૦૦ રોપા જોઈએ છે તેમ કહેતા ડીપોઝીટ પેટે રપ૦૦૦ રૂપિયા મંગાવતા ગુગલ-પે થી રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ ફરીયાદીના જ ગામના સંજય રતીલાલ દલસાણીયા પાસેથી રોપાની ડીપોઝીટ પેટે ૧૦,૦૦૦, કાના હરદાસ કડેગીયા પાસેથી ડીપોઝીટ પેટે રપ૦૦૦, વિપુલ રવજી વિઝુડા પાસેથી ડીપોઝીટ પેટે ૩૭પ૦

અને સુરેશ લક્ષ્મીદાસભાઈ ઘરસંડીયા પાસેથી પ૦૦૦ સહીત કુલ રૂ.૬૮૭પ૦ ની ડીપોઝીટ વસુલીને ત્યારબાદ ફોન કરવા છતાં આ શખ્સોએ ફોન ઉપાડયા ન હતા અને નારીયેળીના રોપા આપ્યા ન હતા તેથી તેમની સામે છેતરપિડીનો ગુન્હો નોધાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.