નાસાએ સોલર ઓર્બિટર લોંચ કર્યું, પહેલી વખત સૂર્યના ધ્રુવોના ફોટા લેશે
વોશિંગ્ટનઃ સૂર્યના અભ્યાસ માટે સોમવારે નેશનલ એરોનોટીક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)એ સોલર ઓર્બિટર મિશન લોંચ કર્યું છે. આ ઓર્બિટર સૂર્યના ઉતર અને ધ્રુવોના પહેલા ફોટો લેશે. ભારતીય સમય પ્રમાણે તેને સોમવારે સવારે 9:33 વાગે ફ્લોરિડા સ્પેસ સેન્ટરથી લોંચ કરવામાં આવ્યુ છે. તે સૂર્યની નજીક પહોંચવા માટે 7 વર્ષમાં આશરે 4 કરોડ 18 લાખ કિલોમીટર (260 લાખ મિલિયન માઈલ) અંતર કાપશે.
A solar eruption bursts from the Sun, as seen by NASA’s Solar Dynamics Observatory.
Credit: NASA’s Goddard Space Flight Center/SDO pic.twitter.com/wSjvjKVZ7T
— Universal-Sci (@universal_sci) February 12, 2020
ઓર્બિટર સૂર્ય અંગે એવા તમામ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરશે કે જે આપણા સૌર મંડળ પર અસર કરે છે. ઓર્બિટર માટે નિર્ધારિત પ્રોગ્રામમાં સૂર્યની સપાટી પર સતત ઉડી રહેલા આવેશિત કણો, હવાના પ્રવાહ, સૂર્યની અંદર ચુંબકીય ક્ષેત્ર તેમ જ તેનાથી તૈયાર થતા હેલિઓસ્ફિયરને લગતી તપાસનો સમાવેશ થાય છે.
આ સોલર ઓર્બિટરને 2 ટન ભારે અંતરિક્ષ યાનમાં રાખવામાં આવેલ છે. તેને સૂર્યની કક્ષા સુધી લઈ જવા માટે યુનાઈટેડ લોંચ એલાયન્સ એટલાસ V રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૂર્યની નજીક પહોંચવા માટે આગામી 7 વર્ષમાં તે 4 કરોડ 18 લાખ કિલોમીટર (260 લાખ મિલિયન માઈલ)નું અંતર કાપશે. સૂર્યના ઉતર તથા દશ્રિણ ધ્રુવના ફોટા મેળવવા માટે ઓર્બિટર એક્લિપ્ટિક પ્લેનથી બહાર નિકળશે. પૃથ્વી અને શુક્રની કક્ષાની ઉપરથી તે અંતરિક્ષમાં એવી રીતે સ્થાપિત થશે કે સૂર્યના બન્ને ધ્રુવો દેખાઈ શકે. આ માટે તેણે 24 ડિગ્રી સુધી ઘુમાવવામાં આવશે.
નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટ્રેઅન ગ્રીનબેલ્ટ મેરીલેન્ડમાં ડેપ્યુટી પ્રોજેક્ટ વૈજ્ઞાનિક ટેરેસા નિક્સ-ચિંચિલાએ કહ્યું હતું કે અમે જાણતા નથી કે અમે શું જોવા જઈ રહ્યા છે, પરંતુ આગામી વર્ષોમાં સૂર્ય અંગે આપણો દ્રષ્ટિકોણ વ્યાપક પ્રમાણમાં બદલાશે. સૂર્યની પિગાળી દે તેવી ગરમી વચ્ચે ઓર્બિટરના પ્રવાસ માટે એક ખાસ પ્રકારનું હીટ શેલ્ડ (ગરમી સહન કરી શકે તેવું કવચ) તૈયાર કરવામાં આવ્યું છે. તેમા કેલ્સિયમ ફોસ્ફેટનું કાળુ કોટિંગ કરવામાં આવ્યું છે. આ કોટિંગ કોલસાના ભૂક્કાની માફક હોય છે, જે હજારો વર્ષ અગાઉ ગુફાઓમાં ચિત્ર તૈયાર કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાસાનું કહેવું છે કે આંતરિક્ષ યાનના ટેલિસ્કોપ શીલ્ડની આરપાર જોઈ શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.