નાસાના રોવરે મંગળ ગ્રહ ઉપર સંભળાતો સ્પષ્ટ અવાજ મોકલ્યો
નવી દિલ્હી: વોશિંગટનઃ મંગળગ્રહ પર જીવનની શોધ કરી રહેલી અમેરિકાની સ્પેસ એજન્સીના રોવરએ પોતાના માઈક્રોફોનમાં રેકોર્ડ કરેલો અવાજ મોકલ્યો છે. કેમેરામાં મંગળ ગ્રહ પર ચાલતી હવાનો અવાજ સંભળાય છે, જ્યારે માઈક્રોફોને લેઝર સ્ટ્રાઈક્સનો અવાજ રેકોર્ડ કરીને મોકલ્યો છે. આ રોવરમાં ૨૩ કેમેરા અને ૨ માઈક્રોફોન લગાવવામાં આવ્યા છે,
જે પૃથ્વી પર મિશન કંટ્રોલને ડેટા મોકલે છે. જેના આધારે જીવનની શોધ કરવામાં આવી રહી છે. પહેલા ઓડિયોમાં રોવરે લાલ ગ્રહ પર ચાલતા અવાજને સંભળાવ્યો છે. જેને રોવરના માઈક્રોફોનમાં રેકોર્ડ કરાયો છે. આ માઈક તેના માસ્ટના ઉપર લગાવવામાં આવ્યું છે. જ્યારે આ અવાજ રેકોર્ડ કરાયો ત્યારે આ માસ્ટ નીચે હતું, માટે અવાજ ધીમો સંભળાઈ રહ્યો છે. બીજાે અવાજ લેઝર સ્ટ્રાઈક્સનો છે. હૃદય ધબકતું હોય તેવા તાલમાં અહીંથી અવાજમાં અલગ-અલગ તીવ્રતા છે.
જેના આધારે રિસર્ચમાં એ તપાસ કરવામાં આવી રહી છે કે લેઝર જે પર્વત સાથે ટકરાય છે તેની બનાવટ કેવી છે? રોવરમાં ૨૩ કેમેરામાં ૨ માઈક્રોફોન લગાવવામાં આવ્યા છે. તેના માસ્ટમાં લગાવેલા માસ્ટકેમ-ઝેડ એવા ટાર્ગેટટ્સ પર ઝૂમ કરશે જ્યાં વૈજ્ઞાનિક દૃષ્ટિથી રોચક શોધની સંભાવના છે. મિશનની સાયન્સ ટીમ રોવરના ટ્રાર્ગેટ પર લઈને ફાયર કરવાની કમાન્ડ આપશે
જેનાથી એક પ્લાઝ્મા ક્લાઉટ જનટેર થશે. તેના એનાલિસિસથી ટ્રાર્ગેટની કેમિકલ બનાવને શેર કરી શકાશે. જાે તેમાં કંઈક જરુરી બાબત ધ્યાને આવે તો રોવરનો રોબોટિક આર્મ આગળ કામ કરવા લાગે છે. આ રીતે અવકાશમાં ભારત સહિત દુનિયાના અલગ-અલગ દેશો દ્વારા જીવન છે કે નહીં તેની શોધ કરવામાં આવી રહી છે. હવે આ માટે નાસા દ્વારા સાઉન્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપયોગના આધારે તપાસ કરવામાં આવી રહી છે કે અહીં જીવન શક્ય છે કે નહીં.