નાસા ૨૦૨૪માં ચંદ્ર પર ફરીથી માનવને મોકલશે, 18 અવકાશયાત્રીઓમાં એક ભારતીયને લાગી લોટરી
નવી દિલ્હી,નાસાએ ૨૦૨૪ના મૂન મિશન માટે સંભવિત ૧૮ અવકાશયાત્રીઓની યાદી જાહેર કરી હતી. એ યાદીમાં અડધો અડધ મહિલા અવકાશયાત્રીઓનો સમાવેશ કરાયો છે. તમામ અવકાશયાત્રીઓને ટૂંક સમયમાં તાલીમ અપાશે.
નાસા ૨૦૨૪માં ચંદ્ર પર ફરીથી માનવીને મોકલશે. મિશન મૂન માટેની તૈયારી પૂરજોશમાં શરૃ થઈ ચૂકી છે. એ માટે નાસાએ ૧૮ અવકાશયાત્રીઓની ટીમ તૈયાર કરી છે. એ બધાને અવકાશયાત્રાની તાલીમ અપાશે. આ ૧૮માંથી ફાઈનલ થયેલા અવકાશયાત્રીઓને ચંદ્ર પર જવાની તક મળશે. આ 18માંથી એક ભારતીય મૂળના રાજા ચૌરીને લોટરી લાગી છે.
આ યાદીમાં પ્રથમ વખત અડધો અડધ મહિલા અવકાશયાત્રીઓનો પણ સમાવેશ કરાયો છે. નાસાએ ચંદ્ર પર પ્રથમ મહિલાને ઉતારવાની તૈયારી આરંભી દીધી છે. અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સે નેશનલ સ્પેસ કાઉન્સિલની બેઠકમાં આ માહિતી આપી હતી અને ૧૮ અવકાશયાત્રીઓનો પરિચર ટૂંક સમયમાં દેશને થશે એવું પણ કહ્યું હતું.