નાસિકમાં બ્લૂ વ્હેલ ગેમને લીધે યુવાને આત્મહત્યા કરી
નાસિક, ઓનલાઈન વીડિયો ગેમિંગનું બજાર ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ તેની સાથે સાથે તેની આડઅસરો પણ જાેવા મળી રહી છે. અનેક વીડિયોગેમ્સ બાળકો માટે ખુબ જ જાેખમી સાબિત થઈ રહી છે. આવી જ એક ગેમ છે બ્લ્યૂ વ્હેલ ગેમ. જેના કારણે અનેક મોત થયા છે. આવો જ એક ચોંકાવનારો બનાવ મહારાષ્ટ્રના નાસિકમાં બન્યો છે. નાસિકમાં ઓનલાઈન ગેમ બ્લ્યૂ વ્હેલના કારણે એક ૧૮ વર્ષના છોકરાએ આત્મહત્યા કરી લીધી.
છોકરાએ પોતાની નસ કાપી અને પછી ફિનાઈલ પી લીધુ. આ છોકરાનું નામ તુષાર જાધવ હોવાનું કહેવાય છે. તે સતત ઓનલાઈન ગેમ રમતો હતો. નાસિકના ગાયકવાડ વિસ્તારની આ ઘટના છે. આ ઘટના બાદ વિસ્તારમાં સન્નાટો છવાયેલો છે. બ્લ્યૂ વ્હેલ ગેમનું નામ તો તમે સાંભળેલું જ હશે.
આ ગેમ વર્ષ ૨૦૧૭-૧૮માં ખુબ જ લોકપ્રિય બની હતી. તેમાં ટાસ્ક પૂરા કરવા માટે અનેક બાળકોએ આત્મહત્યા સુદ્ધા કરી છે. વર્ષ ૨૦૧૭માં આ ગેમના કારણે રશિયામાં ૧૩૦થી વધુ બાળકોના મોત થયા હતા. જ્યારે ભારતમાં પણ લગભગ ૧૦૦ બાળકોએ મોતને ગળે લગાવ્યું હતું. ત્યારબાદ આ ગેમ બનાવનારા ફિલિપ બુદેકિનની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ અટકાયતતમાં ફિલિપે જણાવ્યું કે તેણે આ ગેમ એવા લોકો માટે બનાવી જે લોકો જીવવા નથી માંગતા. ખાસ વાત એ હતી કે આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર કે એપલના એપ સ્ટોર પર નહતી. પરંતુ તેને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લિંક દ્વારા ડાઉનલોડ કરવામાં આવતી હતી.
ત્યારબાદ ઈન્સ્ટાગ્રામે પણ આ ગેમને પોતાના પ્લેટફોર્મ પરથી બંધ કરાવી. જાે કે છેલ્લા કેટલાક સમયથી આ ગેમ અંગે કોઈ મોટા સમાચાર સામે આવતા નહતા. બ્લ્યૂ વ્હેલ ગેમમાં અપાતા હતા આવા ટાસ્કઃ વેકઅપ એટ ૪.૩૦ મોર્નિંગ- સવારે ૪ વાગે ઉઠીને હોરર ફિલ્મ જાેવાની અને તેનો ફોટો ક્યૂરેટરને મોકલવાનું કહેવાતું હોય છે.
હાથ પર બ્લેડથી બ્લ્યૂ વ્હેલ બનાવો- બ્લેડથી હાથ પર ફોટો ચિતર્યા બાદ તેને ક્યુરેટરને મોકલવાનું કહેવાય. નસ કાંપવી- ગેમમાં એક ચેલેન્જ હાથની નસ કાપીને તેનો ફોટો મોકલવાની પણ હોય છે.છત પરથી કૂદવું- ક્યૂરેટર યૂઝર્સને સવારે છત પરથી છલાંગ લગાવવાનું પણ કહેતો હોય છે.ચાકૂથી કાપવું- આ ગેમમાં એક ટાસ્ક વ્હેલ બનાવવા માટે તૈયાર થવાનું હતું.
તેમાં ફેલ થવા પર હાથ પર ચાકૂના અનેક વાર કરવા પડતા હતા અને પાસ થવા પર પગ પર બ્લેડથી યશકોતરવાનું રહેતું હોય છે. મ્યૂઝિક સાંભળવું- ક્યુરેટર યૂઝર્સને મ્યૂઝિક મોકલે છે જે સ્યૂસાઈડ કરવા અને પોતાને નુકસાન પહોંચાડવા માટે ઉક્સાવનારું હોય છે.સ્યૂસાઈડ- ગેમના ૫૦માં અને છેલ્લા ટાસ્કમાં આત્મહત્યા કરવાનું ટાસ્ક અપાતું હોય છે.SSS