નાસિકમાં વીકએન્ડમાં લોકડાઉન, થાણેમાં હોટસ્પોટ ૩૧ માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા
નવીદિલ્હી: કોરોનાના વધતા જતા કેસોને કારણે નાસિકમાં વીકએન્ડમાં લોકડાઉન રહેશે અને મંગળવારથી અન્ય ઘણા પ્રતિબંધો લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી વહીવટીતંત્રએ ર્નિણય લીધો કે ૧૫ માર્ચથી જિલ્લામાં લગ્નના કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવશે નહીં. જેમને પહેલાંથી જ ૧૫ માર્ચ સુધી પરવાનગી મળી ચૂકી છે, માત્ર તેમને મંજૂરી આપવામાં આવશે. જ્યારે થાણે શહેરના ૧૧ હોટસ્પોટ પર ૧૧ માર્ચથી ૩૧ માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
નાસિકમાં છેલ્લા ૮ દિવસમાં ૩,૭૨૫ નવા કોરોના કેસ નોંધાયા છે. સોમવારે અહીં કોરોનાના ૬૪૪ કેસ નોંધાયા હતા. અત્યારસુધીમાં કુલ ૧ લાખ ૩૧ હજાર ૯૯૦ લોકોને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે. થાણેમાં દર અઠવાડિયે સરેરાશ ૭૦૦થી ૮૦૦ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાથી અત્યારસુધી ૨ લાખ ૮૬ હજાર ૩૫૧ લોકોને સંક્રમણ લાગ્યું છે.મહારાષ્ટ્રમાં સોમવારે રજૂ થયેલા બજેટ પહેલાં બજેટસત્રમાં ૩૬ લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમાં મોટે ભાગે એસેમ્બ્લી સ્ટાફ હોય છે.
મુંબઈની જેજે હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, બજેટસત્રને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભામાં ૬ અને ૭ માર્ચે ૨,૭૪૬ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી ૩૬ લોકો પોઝિટિવ મળી આવ્યા છે. ૧ માર્ચથી મહારાષ્ટ્ર વિધાનસભામાં બજેટસત્રની શરૂઆત થઈ હતી.રાજ્યમાં સોમવારે ૮,૭૪૪ લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. ૯,૦૬૮ લોકો સાજા થયા અને ૨૨ લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં રાજ્યમાં ૨૨ લાખ ૨૮ હજાર ૪૭૧ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં ૨૦ લાખ ૭૭ હજાર ૧૧૨ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૫૨,૫૦૦ દર્દી મૃત્યુ પામ્યા છે. ૯૭,૬૩૭ દર્દી સારવાર હેઠળ છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૫,૩૫૩ નવા કેસ સામે આવ્યા છે અને ૧૬,૬૦૬ દર્દી સાજા થયા. આ મહિનામાં આ બીજી વખત છે, જ્યારે નવા કેસ કરતાં વધુ લોકો સાજા થયા છે. આ પહેલાં આવું ૧ માર્ચે બન્યું હતું. સોમવારે ૭૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૧,૩૩૧ નો ઘટાડો થયો. દેશમાં અત્યાર સુધીમાં ૧.૦૭ કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે, તેમાંથી ૧.૦૮ કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. લગભગ ૧.૫૮ લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧.૮૪ લાખ લોકો સારવાર લઈ રહ્યા છે.કેરળમાં સોમવારે રાજ્યમાં ૧,૪૧૨ લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. ૩,૦૩૦ લોકો સાજા થયા અને ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો. અત્યારસુધીમાં ૧૦ લાખ ૭૮ હજાર ૭૪૦ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી ૧૦ લાખ ૩૪ હજાર ૮૯૫ લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે ૪,૩૧૩ દર્દી મૃત્યુ પામ્યા છે. ૩૯,૨૩૩ દર્દીની સારવાર ચાલી રહી છે.મધ્યપ્રદેશમાં રાજ્યમાં સોમવારે કોરોનાના ૪૨૭ કેસ નોંધાયા હતા. ૩૯૭ લોકો સાજા થયા અને ૧નું મૃત્યુ થયું. અત્યારસુધીમાં અહીં ૨ લાખ ૬૫ હજાર ૭૦ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાં ૨ લાખ ૫૭ હજાર ૫૬૦ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૩૮૭૨ દર્દી મૃત્યુ પામ્યા છે. ૩૬૩૮ દર્દી હજી સારવાર હેઠળ છે.
જયારે ગુજરાતમાં રાજ્યમાં સોમવારે ૫૫૫ નવા કેસ નોંધાયા હતા. ૪૮૨ લોકો સાજા થયા અને એકનું મોત નીપજ્યું. અત્યારસુધીમાં ૨ લાખ ૭૩ હજાર ૯૪૧ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી ૨ લાખ ૬૬ હજાર ૩૧૩ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૪૪૧૬ દર્દી મૃત્યુ પામ્યા છે. ૩,૨૧૨ દર્દીની સારવાર ચાલી રહી છે.રાજસ્થાનમાં રાજ્યમાં સોમવારે ૧૭૯ લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતુ. ૫૧ લોકો સાજા થયા હતા. અત્યારસુધીમાં ૩ લાખ ૨૧ હજાર ૭૧૧ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી ૩ લાખ ૧૭ હજાર ૩૯ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૨૭૮૯ દર્દી મૃત્યુ પામ્યા છે. ૧૮૮૩ દર્દીની સારવાર ચાલી રહી છે.દિલ્હીમાં રાજધાની દિલ્હીમાં ૨૩૯ લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. ૩૦૯ લોકો સાજા થયા અને ૩ લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં ૬ લાખ ૪૧ હજાર ૩૪૦ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં ૬ લાખ ૨૮ હજાર ૬૮૬ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૧૦,૯૨૪ દર્દી મૃત્યુ પામ્યા. ૧૭૩૦ દર્દી સારવાર હેઠળ છે.