ના પાડવા છતાં દહી ખાનારી પત્ની પર પતિએ છરી હુલાવી
મુંબઈ, મુંબઈમાં એક ચોંકાવનારી ઘટનાનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પતિએ પોતાની જ પત્નીના છરાના ઘા મારી દીધા. આ પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે પત્ની દહીં લઈને ઘરે આવી હતી અને પતિના ઈનકાર કરવા છતાં તેણે આ દહીં ખાઈ લીધું. જે બાદ પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને મામલો છરી લઈને હુમલા કરવા સુધી પહોંચી ગયો. હવે આ કેસમાં કોર્ટે આરોપી પતિને ૮ વર્ષની જેલની સજા ફટકારી છે.
આ મામલો મુંબઈનો છે અને એક સ્થાનિક કોર્ટે આરોપી પતિને હત્યાના પ્રયાસમાં દોષી ગણાવતા તેને સજા સંભળાવી છે. એક રિપોર્ટ મુજબ, જજે પોતાના ચૂકાદામાં કહ્યું કે, આરોપી વિરુદ્ઘ ગંભીર આરોપ છે. આરોપી પ્રત્યે ઉદારતા દર્શાવતા પીડિતાની તકલીફોને નજરઅંદાજ ન કરી શકાય. આરોપી પતિની એક નાની એવી વાતમાં પત્નીને છરી મારી દીધી. આરોપી પતિએ કોર્ટમાં દલીલ આપી હતી કે તેની પત્ની ભૂલથી વાસણની ધાર પર પડીને ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી, જાેકે કોર્ટે તેનો દાવો ફગાવી દીધો હતો. કોર્ટે કહ્યું કે, આ મામલામાં પાડિતાની જુબાની અને સારવાર માટે મહિલાને હોસ્પિટલ લઈ જનારા સાક્ષી પણ તેનો પુરાવો છે. તેઓ મહિલાની ચીસો સાંભળીને ઘટનાસ્થળે પોંચ્યા હતા અને પતિ પોતાની પત્ની સાથે મારમારી કરી રહ્યો હતો તે તેમણે જાેયું હતું.
સુનાવણી દરમિયાન નવ લોકો ગવાહી થઈ, જેમાં પીડિતા પણ સામેલ રહી. મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે તેનો પતિ બેરોજગાર હતો અને ઘણીવાર તેની સાથે ગાળા-ગાળી અને મારપીટ કરતો હતો. આ ઘટના ૯ સપ્ટેમ્બર ૨૦૧૯ની છે, જેના વિશે જણાવાયું હતું કે તે દિવસે મહિલા પોતાની માતાના ઘરેથી પાછી આવી હતી અને સાથે દહીં લઈને આવી હતી. તેણે જણાવ્યું કે તે દહીં ખાઈ રહી હતી, આ દરમિયાન પતિએ તેને ટોકીને કહ્યું, ‘એવું લાગે છે કે બિલાડીએ દહીં ખાધું છે’. આ બાદ બંને વચ્ચે મોટી તકરાર શરૂ થઈ ગઈ, જેમાં પતિએ આવેશમાં આવીને પત્નીને છરી મારી દીધી.SSS