ના ભણેલા લોકો કરતા વધુ કુરિવાજાે અને કુપ્રથાઓ ભણેલા લોકો વધુ પાળે છે
આજની આ વાત જે સમાજમાં લાજ કાઢવાનો કુરિવાજ શિખરે છે તે સમાજને સમર્પિત…-લોકો સમજે એવી આંધળી આશા સાથે…!
ના ભણેલા લોકો કરતા વધુ કુરિવાજાે અને કુપ્રથાઓ ભણેલા લોકો વધુ પાળે છે. અહીં વર્ણવેલી દરેક બાબત પ્રત્યક્ષ અનુભવેલી છે એ જ વાત મારે અહીં કરવી છે. સામાજિક દૂષણો, કુરિવાજાે ,કુપ્રથાઓ આજે પણ છે જ ! ફક્ત સમય બદલાયો છે બાકી ઘટના આજે પણ એ જ છે.
બહુ જ પહેલાના જમાનામાં દીકરીને દૂધપીતી કરતા કારણકે પહેલા ગર્ભપરીક્ષણો નહતા થતા હવે દૂધપીતી નથી કરતા તો હવે ભ્રુણ હત્યા થાય છે. કારણકે હવે ગર્ભ પરીક્ષણો થાય છે. આજે પણ ઘણી જગ્યાઓએ ઘણા સમાજમાં દીકરીઓને શિક્ષણ નથી અપાતું ને બાળલગ્નો કરાય છે.
શહેરમાં રહેતા લોકોને કદાચ આ વિષે એટલી ખબર ના પણ હોય એમ બને પણ એનો અર્થ એ નથી કે આ બધું હજી થતું નથી કે બંધ થઈ ગયું છે. આ બધું જ આજે પણ થાય છે જ..! બહુ દૂર જવાની પણ જરૂર નથી અમારે અમારા ડોક્યુમેન્ટરીના શૂટ માટે આવા જ સામજિક દૂષણો વિષે જાણવા અમદાવાદની નજીકના નડિયાદ ખેડા જેવા સ્થળોએ જવાનું થયેલું.
ત્યાં અમે જાણ્યું કે ખેડાના માતર, આંત્રોલી, શેખૂપૂરા વગેરે ગામોમાં આજે પણ છોકરીઓને ભણાવતા નથી પણ નાની ઉમરમાં જ પરણાવી દે છે એટલું જ નહિ દીકરીઓ નાની ઉંમરમાં જ અપરિપક્વ માતા પણ બની જાય છે. તેથી તેના બાળકો પણ એટલા તંદુરસ્ત પણ નથી હોતા.
એટલે જ તેઓ પણ અપરિપક્વ જ જન્મે. એક જ કુપ્રથા કેટલા બધા સામાજિક દુષણોની વણજાર બનાવી સમાજને નબળો બનાવે છે . આવા તો ઘણા સામાજિક દૂષણો છે. આ બધું જ મેં જાેયેલું છે. જઈને તપાસ કરેલું છે. આજે અહીં જે સામાજિક દૂષણની મારે વાત કરવી છે એની તો હું પોતે જ જીવંત સાક્ષી છુ.
જીવનમાં વણાયેલી બાબતો વર્ણવવી તો સહેલી હોય છે પરંતુ એ બાબતો જાે કુપ્રથા હોય તો રજૂ કરવી અઘરી હોય છે. તો આજે અહીં એવા જ કુરિવાજની વાત કરીશ. જે જાેઈને હું મોટી થઇ છુ. હા, લાજપ્રથા કે જેને લોકો મર્યાદામાં ખપાવે છે. હકીકતે એ દૂષણ છે. જે એ ભોગવે એને જ સમજાય કે શું વીતે છે?
ગુજરાતી મૂવી હેલ્લારોમાં એક બહુ જ સરસ વાક્ય છે. “ભોગ બન્યા એટલું બહુ, એનો ભાગ નહિ બનવાનું” જાેકે આ રીવાજ માટે આશ્ચર્ય પમાડે એવી બે બાબતો છે “ભણેલા સમાજમાં આ હજી રીવાજ તરીકે જ છે” જે સ્ત્રીઓ પોતે આ કુરિવાજ પાળે છે કે પછી એમની પાસે પળાવવામાં આવે છે.
તેઓ મૂક બની બસ પાળે જાય છે, એ વિષે અવાજ નથી ઉઠાવવા માંગતી” આ બાબત કરતા વિશેષ દુર્ભાગ્ય બીજું શું હોઈ શકે? લાજ કાઢતી સ્ત્રીઓ જેમ આખો દિવસ સાડી પહેરી લાંબી લાજ કાઢી ઉનાળાની સખત ગરમીમાં પણ ઘરના બધા જ કામો કરે છે, રસોડામાં પોતે ગેસ આગળ શેકાઇ ઘરનાં બધા જ સભ્યોની રોટલી કરે છે,
કોઈ પણ જાતની ફરિયાદ વિના…! બસ એ જ રીતે એક દિવસ એ જ સમાજના પુરુષો પણ સાડી પહેરી લાજ કાઢી આખા ઘરનું કામ કરી ગરમીમાં તમારી પત્ની બેન દીકરીઓની જેમ ગેસ આગળ પોતે શેકાઈ એટલી જ ૨૦ ૨૫ રોટલી કરી જુવો ને એ પણ આખા દિવસના આ રીતના અનુભવમાં ક્યારેય પણ તમને એક સેકન્ડ પણ જાે ગુસ્સો ચીડ કે અસહ્યતા ના લાગે, તો જ તમારી સમાજની સ્ત્રીઓ પાસે આ કુરિવાજ કરાવજાે.
જાે તમારાથી એક દિવસ પણ આ સહન ના થાય તો જરા વિચારજાે, કે તમારી બેન, દીકરી, પત્નિ તો વર્ષના ૩૬૫ દિવસ જ નઇ પણ જિંદગી આખી આ કરે છે, એ પણ ફરિયાદ કર્યા વિના, ભણેલી હોવા છતાં, એ પણ એવા સમાજમાં કે જ્યાં ભણેલા અભણો બેઠા છે. જાે તમે એક દિવસ પણ આ ના કરી શક્યા તો એ પણ ભણીને જ આગળ આવેલી માણસ છે, જેના વિશે તમે વિચારતા નથી.
જાે ખરેખર પોતાની જાતને સ્ત્રીઓના સન્માન કરનાર સાચો પુરુષ માનતા હોવ.. ખરેખર ભણેલો માનતા હોવ તો સાચું પુરુષપણું દાખવી તમારી બેન દીકરી પત્ની માટે આ લાજ કાઢવાના કુરિવાજ સામે અવાજ ઉઠાવીને બતાવજાેપ જાે પોતાની જાતને પુરુષ માનતા હોવ ને તોપ કારણકે સાચો પુરુષ સ્ત્રીને સન્માન અપાવે, કુરિવાજાે પાળવા મજબુર ના કર. એને સાથ આપે, ખોટી કુપ્રથાઓનો ભાગ તો ના જ બનાવે.