નિકનો પહેલો ફાધર્સ ડે યાદગાર બનાવવા પ્રિયંકાએ આપી ખાસ ભેટ
મુંબઈ, જૂન મહિનાના ત્રીજા રવિવારે દર વર્ષે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. અમેરિકન સિંગર નિક જાેનસ માટે આ વર્ષે પહેલો ફાધર્સ ડે હતો.
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ સુનિશ્ચિત કર્યું કે, પતિ નિકનો પહેલો ફાધર્સ ડે યાદગાર બની રહે. પહેલા ફાધર્સ ડે પર પ્રિયંકા પતિ નિક અને દીકરી માલતી મેરી ચોપરા જાેનસ માટે પ્રિયંકા ખાસ ભેટ લઈને આવી હતી. જેની ઝલક પ્રિયંકા અને નિક બંનેએ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ પર બતાવી છે. નિક જાેનસ અને પ્રિયંકાએ એકસરખી તસવીર પોતપોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.
જેમાં નિક અને માલતી બંને ઊંધા ફરીને ઊભેલા છે. માલતીએ મરુન રંગનું ફ્રોક પહેર્યું છે. આ ફોટોમાં ધ્યાન ખેંચનારી વસ્તુ છે બાપ-દીકરીએ પહેરેલા શૂઝ. નાનકડી માલતીએ વ્હાઈટ રંગના શૂઝ પહેર્યા છે. જેના ‘સ્સ્’ લખેલું છે.
કપલ પોતાની દીકરીને પ્રેમથી સ્સ્ કહીને બોલાવે છે. જ્યારે નિકના શૂઝ પર લખેલું છે MMS DAD. મતલબ કે, એમએમના પપ્પા. પ્રિયંકાએ પહેલા ફાધર્સ ડે પર આ કસ્ટમાઈઝ્ડ શૂઝ બનાવડાવ્યા છે. નિકે તસવીર શેર કરતાં લખ્યું, “મારી નાનકડી દીકરી સાથે પહેલો ફાધર્સ ડે. પિતા-પુત્રીના આ સ્નીકર્સ માટે અને મને પિતા બનાવવા બદલ આભાર પ્રિયંકા. હું તને ખૂબ પ્રેમ કરું છું.
દુનિયાના બધા જ પિતા અને કેરટેકર્સને ફાધર્સ ડેની શુભકામના. પ્રિયંકા ચોપરાએ પણ આ જ તસવીર શેર કરતાં પતિને ફાધર્સ ડેની શુભેચ્છા આપી છે. તેણે લખ્યું, “મારા પ્રેમ, પહેલા ફાધર્સ ડેની શુભેચ્છા. આપણી નાનકડી દીકરી સાથે જાેવો મારી સૌથી મોટી ખુશી છે.
ઘરે પાછા આવવા માટે સૌથી સારો દિવસ હતો. આઈ લવ યુ. આવા કેટલાય દિવસો આવતા રહેશે?? ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી ૨૦૨૨માં નિક અને પ્રિયંકા સરોગસી દ્વારા પેરેન્ટ્સ બન્યા હતા. તેમની દીકરી વહેલી જન્મી ગઈ હોવાથી લગભગ ૧૦૦ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ ઘરે આવી હતી. પ્રિયંકા ચોપરાએ માલતી મેરીની પહેલી તસવીર મધર્સ ડે પર શેર કરી હતી.
પ્રિયંકા અને નિકે પોતાની દીકરીના નામમાં બંનેની મમ્મીઓના નામનો સમાવેશ કર્યો છે. પ્રિયંકાનાં મમ્મી મધુમાલતી ચોપરાના નામમાંથી માલતી અને નિકનાં મમ્મી ડેનિસ મેરી મિલર જાેનસના નામમાંથી મેરી લઈને દીકરીનું નામ માલતી મેરી પાડ્યું છે.SS!MS