નિકાહ હલાલાને પડકારતી અરજી પર તાકિદે સુનાવણી કરવાનો સુપ્રીમનો ઇન્કાર
નવીદિલ્હી, નિકાહ હલાલાને પડકાર આપતી અરજી પર સુપ્રીમ કોર્ટે તાકિદે સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.આ અરજી ભાજપ નેતા અને વકીલ અશ્વિનીકુમારે દાખલ કરી હતી કોર્ટ આ મામલામાં ઠંડીની રજા બાદ સુનાવણીની તારીખ નક્કી કરશે એ યાદ રહે કે નિકાહ હલાલા હેઠળ એક વ્યક્તિ પોતાની પૂર્વ પત્નીથી ત્યાં સુધી બીજીવાર લગ્ન કરી શકતી નથી જયાં સુધી તે મહિલા કોઇ અન્ય પુરૂષ સાથે લગ્ન કરી તેના શારીરિક સંબંધ ન બનાવી લે અને ત્યારબાદ તેનાથી તલાક લઇ અલગ રહેવાની મુદ્ત(ઇદ્દત) પુરી ન કરી લે પોતાની પત્નીઓને તલાક આપ્યા બાદ જબરજસ્તી તેનો હલાલા કરાવવા માટે દબાણ બનાવવાના મામલે દારૂલ ઉલુમ વકફના ઉલેમાએ ઇસ્લામની વિરૂધ્ધ બતાવ્યો.ઉલેમા એ કરામે કહ્યું કે નિકાહ મહિલાઓની ઇચ્છા પર થાય છે અને તેને કોઇ પર જબરજસ્તી થોપી શકાય નહીં ઉલેમાએ શરીયતના હવાલાથી બતાવ્યું કે જબરજસ્તી કે કોઇ શરતની સાથે હલાલા કરવું બળાત્કારની સમાન ગેરબંધારણીય છે.
બુલંદશહેરના ગામ અકબરપુરમાં બે બેનો સાથે બે ભાઇનો નિકાહ થયા ત્યારબાદ ગત ૨૦ ઓકટોબરે વિવાહિતોને પતિઓએ તેમને તલાક આપી દીધા ત્યારબાદથી તે તેના પર ગલાલા માટે દબાણ બનાવી રહ્યાં છે અને ન કરવા પર ધમકી આપી રહ્યાં છે દારૂલ ઉલુમ વકફના વરિષ્ઠ ઉસ્તાદ મુફતી આરિફ કાસમીએ કહ્યું કે દબાણ બનાવી હલાલા કરવું ગેરબંધારણીય છે.
તેમણે કહ્યું કે વિવાહ માટે નિકાહ યુવતીઓની મરજી હોય છે તેને એ અધિકાર હોય છે કે ત્યાં હા કહે કે ઇન્કાર કરે કેટલાક લોકો ખોટી રીતે હલાલાના શબ્દનો ઉપયોગ કરી રહ્યાં છે કાસમીએ કહ્યું કે કોઇ શરતની સાથે હલાલા થઇ જ ન શકે હલાલાની વ્યાખ્યા કરતા કહ્યું કે તેનાથી સ્પષ્ટ છે કે બીજા નિકાહ કરવાના છે. જો બીજા નિકાહ એ શરતની સાથે કરવામાં આવે તો બીજા પતિથી તલાક લઇ પહેલા પતિથી પુન વિવાહ કરવામાં આવે તો હરામ છે. તેમણે કહ્યું કે જા તે સંભવ છે કે બીજા પતિથી મતભેદ કે તેના મૃત્યુ બાદ પહેલા પતિથી નિકાહ કરી લેવામાં આવે પરંતુ તલાકની શરતની સાથે બીજા નિકાહ કરી શકાય નહી.