નિકિતા શર્માએ પ્રાચીન શિવ મંદિરમાં સાત ફેરા લીધા
મુંબઈ, ટીવી સીરિયલ સ્વરાગિની ફેમ અભિનેત્રી નિકિતા શર્મા પોતાના હોમ ટાઉનમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અભિનેત્રીએ પ્રોડ્યુસર રોહનદીપ સિંહ સાથે એક પ્રાચીન શિવ મંદિરમાં સાત ફેરા લીધા છા. લગ્નનો સમારોહ ઘણો જ સાદો હતો.
તેમાં માત્ર પરિવારના લોકો જ હાજર રહ્યા હતા. અભિનેત્રીએ લગ્નની તસવીરો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી અને ફેન્સને ગુડ ન્યુઝ આપ્યા. લાલ સાડી અને પરંપરાગત અંદાજમાં તે ઘણી સુંદર લાગતી હતી. નિકિતા શર્માએ મંદિરમાં રોહનદીપ સાથે સાત ફેરા લીધે અને હંમેશા એકબીજાને સાથ આપવાનું વચન આપ્યુ.
નિકિતા અને રોહનદીપે ભગવાન શિવ અને દેવી પાર્વતીના મંદિરમાં શુભ અને આનંદમય વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરી હતી. તસવીરોમાં જાેઈ શકાય છે કે નિકિતા શર્મા ખુબ સુંદર લાગી રહી છે અને અત્યંત ખુશ પણ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી અને સુંદર કેપ્શન પણ લખ્યું છે.
નિકિતા શર્માએ લખ્યું કે, અમે હંમેશા માટે એકબીજા સાથે જાેડાઈ ગયા. મિસથી મિસિસ સુધીની સફર મહાદેવના આશિર્વાદ સાથે નવા જીવનની શરુઆત કરી છે. ત્રિયુગીનારાયણ મંદિરમાં લગ્ન કર્યા, અહીં ભગવાન મહાદેવ અને માતા પાર્વતિના ધનંજય અગ્નિકુંડમાં લગ્ન થયા હતા. હર હર મહાદેવ. અત્યારે ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો લગ્ન કરી રહ્યા છે.
તાજેતરમાં જ પૂજા બેનર્જી અને કુણાલ વર્મા, અંકિતા લોખંડે-વિક્કી જૈન, સયંતની ઘોષ, શ્રદ્ધા આર્ય, સંજય ગગનાની તેમજ અન્ય સેબેલ્સે પણ લગ્ન કરવાનો ર્નિણય લીધો છે.SSS