Western Times News

Gujarati News

નિકોલઃ સગીરાની છેડતી બાદ આરોપીનાં પરીવારનો સગીરાનાં પિતરાઈ પર જીવલેણ હુમલો

ત્રણ શખ્સોએ યુવાનને પકડી રાખ્યો ચોથાએ ગળા પર છરીનાં આડેધડ ઘા માર્યા

અમદાવાદ: શહેરનાં નિકોલ વિસ્તારમાં ગત અઠવાડીયે એક સગીરા સાથે પાડોશી યુવકે જબરદસ્તી કરવાનો પ્રયત્ન કરી અડપલાં કરતાં તેણે બુમાબુમ કરી હતી. બારમાં પરીવારજનોએ આ યુવક વિરૂદ્ધ ફરીયાદ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાકે આ ઘટનાને ગણતરીનાં જ દિવસો થયાં છે ત્યારે આરોપી શખ્સના પરીવાર સગીરાનાં પિતરાઈ ઉપર જાનવેલા હુમલો કરી ચપ્પાનાં આડેધડ ઘા મારતાં ચકચાર મચી છે.


સમગ્ર ઘટનાની વિગત એવી છે કે નિકોલમાં વણકરવાસમાં રહેતાં જીગ્નેશ સોલંકી નામનાં શખ્સે પાડોશમાં રહેતી એક સગીરાની છેડતી કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં પોલીસ પોસ્કો સહિતની કલમો ટાંકીને જીગ્નેશ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને ગણતરીનાં જ દિવસો થયા છે ત્યારે જીગ્નેશ સોલંકીનાં પરીવારજનો કિરીટ, જગદીશ, હર્ષદ તથા હસમુખ રૂપાભાઈ ગોહેલ સગીરાનાં પિતરાઈ સાહીલ ચિરાગભાઈ મકવાણા પાસે આવ્યા હતાં. અને તેની સાથે ઝઘડો કરી મારમારી કરવા લાગ્યા હતા. ચારેય સાહીલને કહ્યું હતું કે તું કેમ હિતેશભાઈ મકવાણાને સાથ સહકાર આપે છે.

એમને કહેજે કે ફરીયાદ પછી લઈ લે કહીને એકલાં સાહીલને ઢોર માર માર્યાે હતો. સાહીલે પોતાનાં બચાવમાં પ્રતિકાર કરતાં અન્ય ત્રણેયે સાહીલને પકડી રાખી કિરીટે તેની પાસેની છરી વડે તેનાં ગળા પર હુમલો કરી વારંવાર ઘા મારતા સાહીલ લોહીનાં ખાબોચીયામાં ઢસડાઈ પડ્યો હતો.

જેથી બુમાબુમ થતાં વણકરવાસનાં રહીશો એકત્ર થઈ ગયા હતાં. બાદમાં ચારેય શખ્સો અહીંયા રહેશો તો જાનથી મારી નાંખીશુ કહીને રફુચક્કર થઈ ગયા હતાં. દરમિયાન સાહીલનાં પરીવારજનોને જાણ થતાં તાત્કાલિક તેને રીક્ષામાં શારદાબેન હોસ્પિટલ  ખાતે લઈ જવાયો હતો. જ્યાં ડોક્ટરો દ્વારા તેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પોલીસે સાહીલનાં ભાભી વનીતાબેન હિતેશભાઈ મકવાણાની ફરીયાદનાં આધારે ત્રણ ભાઈઓ કિરીટ, જગદીશ, હર્ષદ તથા હસમુખ વિરૂદ્ધ હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની ચાલુ તપાસ દરમિયાન જ ફરીયાદ પછી ખેંચવા જીવલેણ હુમલો કરવામાં આવતાં ખુદ પોલીસ ચોંકી ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.