નિકોલની દેવસ્ય સ્કૂલ સામે બાજુની સોસાયટીમાં વાહનો પાર્કની ફરિયાદ
અમદાવાદ, શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય સ્કૂલનાં સંચાલકો દ્વારા દાદાગીરીના ગંભીર આક્ષેપો થયા છે. દેવસ્ય સ્કુલના સંચાલકો સામે વારંવાર પોલીસમાં ફરીયાદ કરાઈ છતાં કાર્યવાહી કરાતી નથી તેવી સ્થાનીક રહીશોની ફરીયાદ છે. તેઓની ફરીયાદ છે કે, દેવસ્ય સ્કૂલ પાસે પુરતા પ્રમાણમાં પાર્કીગ નથી અનેસ્કુલમાં આવતાં વાહનો આસપાસની સોસાયટીઓમાં પાર્ક કરી દેવાય છે. સ્કુલની પાસેની સોસાયટીના ચેરમેન વાંધો લેતા તેઓએ માર મરાયો હોવાની ફરીયાદ ઉઠી છે.
દેવસ્ય સ્કુલમાં અભ્યાસ માટે આવતા વિધાર્થીઓ અને સ્ટાફ માટે સ્કુલ પાસે પૂરતું પાર્કિગ નથી. જેથી બધા આજુબાજુની જે સોસાયટી નજરે ચડે ત્યાં પોતાના વાહનો પાર્ક કરીને જતા રહે છે. સોસાયટીના રહીશો સ્ટીકર લગાવીને પોતાની સોસાયટીના વાહનોની ઓળખ રાખતા હોય છે.
પંરતુ સ્ટીકર વગરના વાહનો જાઈને તપાસ કરતા દેવસ્ય સ્કુલની દાદાગીરી બહાર આવી હીત. સ્કુલ દ્વારા સોસાયટીઓમાં ગેરકાયદે પાર્કીગ કરીને રહીશોને હેરાન કરવામાં આવે છે. સ્કુલમાં ફરજ બજાવતા સિકયોરીટી ગાર્ડ સોસાયટીની મહીલાઓને પણ માન-મર્યાદા જાળવ્યા વગર અભદ્ર શબ્દો બોલે છે. સોસાયટીના ચેરમેનને પણ માર મારવામાં આવ્યો હતો. સોસાયટીના રહીશોએ નિકોલ પોલીસ સ્ટેશનમાં સ્કુલની દાદાગીરી અંગે ફરીયાદ કરી છે. પરંતુ હજુ સુધી સ્કુલ વિરૂધ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તેના કારણે સોસાયટીનાં રહીશો હેરાન પરેશાન બની ગયા છે.