Western Times News

Gujarati News

નિકોલમાં કન્સ્ટ્રકશન સાઈટ પર પાંચમા માળેથી પટકાતા શ્રમિકનુ મોત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ રાજ્ય સરકારે અનલોકમાં જ કેટલીક મહત્ત્વપૂર્ણ છૂટછાટ આપતા ધંધા-રોજગારો ધમધમતા થયા છે. અને બજારોમાં લોકોની ભીડ જાેવા મળી રહી છે.

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં કન્સ્ટ્‌કશન સાઈટો પણ શરૂ થઈ ગઈ છે અને તેમાં પરપ્રાંતિય શ્રમિકો કામ કરવા લાગ્યા છે. આ દરમ્યાન શહેરના નિકોલ વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઈટ પર ત્યાં જ રહેતા એક પરપ્રાંતિય શ્રમિક અચાનક જ પાંચમાં માળેથી પડી જતાં ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નિપજ્યુ હતુ. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે કોરોના વાયરસને પગલે લોકડાઉન જાહેર કરાતા પરપ્રાંતિય શ્રમિકોએ અમદાવાદમાંથી મોટાપાયે હિઝરત કરી હતી. અને આ માટે ખાસ બસો અને ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ લોકડાઉન પુરા થયા બાદ રાજય સરકારે છૂટછાટો આપવાની સતા આપવામાં આવતા ગુજરાતમાં અનલોક-૧ અનલોક-રમાં મહત્ત્વપૂર્ણ છુટછાટો આપવામાં આવી છે જેના પરિણામે ગુજરાતમાં જનજીવન પૂર્વવત બની ગયુ છે. અને મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો પણ પરત ફરવા લાગ્યા છે જેના પરિણામે ઉદ્યોગકારોએ હાશકારો અનુભવ્યો છે. અમદાવાદ શહેરમાં પણ અનેકઉદ્યોગો પુનઃ શરૂ થઈ ગયા છે અને એમાં ખાસ કરીને કન્સ્ટ્રકશન સાઈટો ધમધમવા લાગી છે.

આ સાઈટ પર મોટાભાગે પરપ્રાંતિય શ્રમિકો કામ કરી રહ્યા છે. શહેરના નિકોલ વિસ્તારમાં ભક્તિ એન્કલેવ રોડ ઉપર વિવાન્કા સ્ટેટસ નામની કન્સ્ટ્‌કશન સાઈટ ચાલી રહી છે આ સાઈટ પર મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરી રહ્યા છે અને કેટલાક શ્રમિક ત્યાં જ રહે છે. રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના ઝરણીગામ પાસે રહેતા રણછોડભાઈ ઝાલુભાઈ ડામોર નામનો શ્રમિક સાઈટ પર જ મજુરી કામ કરવા સાથે ત્યાં જ રહેતો હતો આ દરમ્યાન તા.૧૦મીના રોજ રાત્રીના સમયે તે પાંચમા માળે સુતો હતો ત્યારે અચાનક જ પાંચમા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. અને સ્થળ ઉપર તેનું મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને રણછોડભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. અને અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.