નિકોલમાં નકલી પોલીસ ગેંગનો પર્દાફાશ
‘તુ ડ્રગ્સ લે છે’ તેવું કહી વિદ્યાર્થીનું અપહરણ ધો.૧૦ના વિદ્યાર્થીને અટકાવી તેનો તોડ કરતા નકલી પોલીસને નિકોલ પોલીસે છટકુ ગોઠવીને ઝડપી લીધા |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર વ્યસ્ત છે પરંતુ શહેરમાં વધતી જતી ગુનાખોરીના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનાકારણે શહેરમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે લુંટારુઓ અને ગઠીયાઓ રોજ અવનવી તરકીબો અજમાવી નાગરિકો પાસેથી રૂપિયા પડાવી રહી છે આ દરમિયાનમાં શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પોલીસનો આંતક વધી ગયો છે અને પસાર થતાં નાગરિકોને પોલીસનો રોફ બતાવી લુંટવામાં આવી રહયા છે
શહેરના નિકોલ વિસ્તારમાં (Nikol ahmedeabad) એક વિદ્યાર્થીને અટકાવી નકલી પોલીસ બની આવેલા બે લુંટારુઓએ તુ ડ્રગ્સ લે છે તેથી તને પોલીસ સ્ટેશને લઈ જવો પડશે તેવી ધમકી આપી તેની પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે છટકુ ગોઠવી આ બંને નકલી પોલીસને ઝડપી લીધા છે અને હાલ બંનેની પુછપરછ ચાલી રહી છે જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓ ખુલ્લેઆમ ગુનાખોરી આચરી રહયા છે જેના પગલે સામાન્ય નાગરિકો પરસેવાની કમાણી ગુમાવી રહયા છે અમદાવાદ શહેરમાં ચીલઝડપ કરતી ટોળકીના આંતક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી ગઈ છે પોલીસતંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં હાલ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને તેમાં મોટાભાગનો પોલીસ સ્ટાફ જાતરાયેલો છે જેનો લાભ તસ્કરો ઉઠાવી રહયા છે
અમદાવાદ શહેરમાં ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં તસ્કરો અને લુંટારુ ટોળકીઓ આંતક મચાવી રહી છે આ પરિસ્થિતિમાં શહેરના નિકોલ વિસ્તારમાં નકલી પોલીસ ટોળકી ત્રાટકી હતી શહેરના નરોડા વિસ્તારમાં આવેલી ઉમાદર્શન સોસાયટીમાં Uma Darshan Society રહેતા વહેપારી જીતેન્દ્ર ડાયાભાઈ પટેલ Jitendra Dayhabhai Patel મુળ સાબરકાંઠાના વતની છે અને દહેગામ પાસે લાટી ધરાવે છે તેઓ નિયમિત નરોડાથી દહેગામ જાય છે તેમને બે સંતાનો છે જેમાં મોટો ર૦ વર્ષનો પુત્ર નીલ અને બીજા ૧૭ વર્ષનો છે જે ધો.૧૦માં અભ્યાસ કરે છે. જીતેન્દ્ર ડાયાભાઈ પટેલના સમાજ દ્વારા બે દિવસ પહેલા સોમવારે સમાજના બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું અને તેમાં ઓમ પટેલે ભાગ લીધો હતો પરંતુ તેની પસંદગી થઈ ન હતી જેના પગલે તે સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ પોતાના મિત્રોને મળવા નરોડા હરીદર્શન સોસાયટી પાસે ગયો હતો.
આ સમયે ટયુશન કલાસીસમાંથી છુટેલા તેના મિત્રો તેને મળ્યા હતા આ દરમિયાનમાં તેના કલાસમાં ભણતી ત્રણ છોકરીઓ પણ તેની સાથે ઉભી હતી ત્યારબાદ તેઓ એક્ટિવા લઈ કઠવાડા દાસ્તાન સર્કલ નરોડા તરફ જવા રવાના થયા હતા અને ત્યાં ૧૦૮ની કચેરી સામે ઉભા રહીને વાતો કરતા હતા આ દરમિયાનમાં બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને ઓમ અને તેના મિત્રોને અહીયા કેમ ઉભા છો તેવુ કહીને ધમકાવવા લાગ્યા હતાં
પોતે પોલીસમાં છે તેવુ જણાવી ઓમની સાથે ઉભેલી યુવતિઓ તથા અન્યને રવાના કરી ઓમને પકડી રાખ્યો હતો. બાઈક પર આવેલા બંને શખ્સોએ પોલીસની ઓળખ આપ્યા બાદ ઓમ પર આરોપ પર મુકયો હતો કે તુ ડ્રગ્સ લે છે તેથી તારી સામે કાર્યવાહી કરવી પડશે અને તને પોલીસ સ્ટેશને લઈ જવો પડશે આવુ કહી ડરાવવા લાગ્યા હતા અને જા પોલીસ સ્ટેશને ન આવવું હોય તો ૭ હજાર રૂપિયા આપવા પડશે ઓમે પોતાની પાસે એકપણ રૂપિયો નહી હોવાનું જણાવ્યું હતું આ જવાબથી બંને લુંટારુઓ ઉશ્કેરાયા હતા અને સ્થળ પરથી ઓમનું અપહરણ કરી તેનું એક્ટિવા લઈ બંને લુંટારુઓ ત્યાંથી રવાના થયા હતા
ત્યારબાદ એક લુંટારુએ ઓમને તેના જ એક્ટિવા પર બેસાડી નિકોલ પોલીસ સ્ટેશનના (Nikol police Station) મેદાનમાં લઈ આવ્યો હતો જાકે તે પહેલા તેને અડધો કલાક સુધી આ વિસ્તારમાં ફેરવ્યો હતો. વિદ્યાર્થીનું અપહરણ કરી જુદા જુદા વિસ્તારમાં ફેરવ્યા બાદ એક આરોપી ઓમને તેના જ એક્ટિવા પર બેસાડી નિકોલ પોલીસ સ્ટેશનના મેદાનમાં લાવ્યો હતો અને ત્યાં તેને ઉભો રહેવાનું કહી થોડી જ વારમાં આ લુંટારુ પરત આવ્યો હતો અને કહયું હતું કે અત્યારે તારી જાડે પૈસા ન હોય તો મંગળવારે રૂપિયા આપવા પડશે
જેથી ઓમે હા પાડી હતી અને ત્યારબાદ બંને લુંટારુઓએ ઓમ ને જવા દીધો હતો આ ઘટના બાદ મોડી સાંજે ઓમ ઘરે પરત ફર્યો ત્યારે ખૂબ જ ગભરાયેલો જાવા મળ્યો હતો જેના પરિણામે તેના પિતા જીતેન્દ્ર પટેલે પુછતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી.
જીતેન્દ્ર પટેલ તાત્કાલિક ઓમને લઈને નિકોલ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને હાજર પોલીસ અધિકારીઓને સમગ્ર ઘટના જણાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.
નકલી પોલીસને ઝડપી લેવા માટે નિકોલ પોલીસે છટકુ ગોઠવવાનો નિર્ણય કર્યો હતો બીજીબાજુ લુંટારુઓએ ઓમ ને ફોન કરીને પૈસા આપવા જણાવતા જ ઓમે તેને હરીદર્શન સોસાયટી પાસે બોલાવ્યા હતાં બીજીબાજુ નિકોલ પોલીસનો સ્ટાફ ખાનગી ડ્રેસમાં હરીદર્શન સોસાયટી Haridarshan Society પાસે વોચમાં ગોઠવાઈ ગયો હતો.
ગઈકાલે મોડી સાંજે આ બંને લુંટારુઓ ઓમ પાસે પૈસા લેવા હરીદર્શન સોસાયટી પાસે આવ્યા ત્યારે અસલી પોલીસે ચારેબાજુથી ઘેરી લઈ બંને શખ્સોને ઝડપી લીધા હતા. પુછપરછ કરતા એક આરોપીનું નામ દિપ પટેલ Deep Patel અને તે નરોડા ગોકુલ ડુપ્લેક્ષમાં Naroda Gokul Duplex રહેતો હોવાનું કબુલ્યુ હતું જયારે બીજા આરોપીનું નામ દિવ્યરાજસિંહ ચૌહાણ Divyarajsinh Chauhan અને તે ન્યુ ઈન્ડિયા કોલોની રોડ New India Colony road પર આવેલી સરિતા રેસીડેન્સીમાં Sarita Residency રહેતો હોવાનું જાણવા મળ્યુ હતું નિકોલ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.