Western Times News

Gujarati News

નિકોલમાં યુવક પર જીવલેણ હુમલો કરી લુંટારુ ફરાર

મોડી રાત્રે ઘરમાં ઘુસેલા લુંટારુને યુવકે પકડતા જ લુંટારુએ તીક્ષ્ણ હથિયારના સંખ્યાબંધ ઘા ઝીંક્યા

 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં લુંટારુઓ અને તસ્કરો બેફામ બની ગયા છે શહેરમાં ઘરફોડ ચોરી અને લુંટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે શહેરના છેવાડાના વિસ્તારોમાં લુંટારુઓનુ રાજ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે શહેરના નિકોલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના ઘટી હતી

ફલેટમાં રહેતા ચારેય યુવાનો સુતા હતા ત્યારે મધરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા પરંતુ અવાજ થતાં જાગી ગયેલા યુવાને તેને પકડવાનો પ્રયાસ કરતા લુંટારુએ એક યુવક પર ચપ્પાના ઘા મારી દેતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યારે બીજીબાજુ આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓના આંતકના કારણે સ્થાનિક નાગરિકો ફફડી રહયા છે શહેરમાં છેતરપીંડી આચરતી ગેંગો પણ સક્રિય બનેલી છે અને રોજ અવનવી તરકીબો અજમાવી નાગરિકોના રૂપિયા પડાવી લેવામાં આવે છે આ દરમિયાનમાં શહેરના નિકોલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે

જેમાં ખોડિયારનગર વિસ્તારમાં આવેલા જલદીપ પાર્કમાં ઉત્તર પ્રદેશનો યુવાન આકાશ નવાબસિંગ રાજપૂત તથા તેનો ભાઈ વિકાસ અને અન્ય બે યુવકો રહે છે આકાશ હિરા ઘસવાનું કામ કરે છે આ ચારેય યુવકો ફલેટમાં રહે છે

ગઈકાલે રાત્રે નિત્યક્રમ મુજબ મોડી સાંજે ચારેય યુવકો ઘરે આવ્યા હતા અને રાત્રે તેઓ સુઈ ગયા  ત્યારે અચાનક જ મધરાત્રે ૧.૩૦ વાગ્યાની આસપાસ ઘરમાંથી અવાજ આવતા સૌથી પહેલા આકાશ જાગ્યો હતો અને તેણે જાયુ તો ઘરમાં સીડી પાસે કોઈ શખ્સ ભાગવાનો પ્રયાસ કરતો જાવા મળ્યો હતો

જેના પરિણામે તેણે બુમાબુમ કરતા અન્ય ત્રણ યુવકો પણ જાગી ગયા હતા આ દરમિયાનમાં આકાશે ભાગી રહેલા શખ્સનો પીછો કરતા આ અજાણ્યો શખ્સ પડી ગયો હતો અને આકાશે તેને ઝડપી પણ લીધો હતો.

અજાણ્યા શખ્સે આકાશની પક્કડમાંથી છુટવા માટે પોતાની પાસે રહેલુ ધારદાર ચપ્પુ કાઢયુ હતું અને આકાશના પેટ, છાતી અને પગ પર સંખ્યાબંધ ઘા ઝીંકી દેતા આકાશ લોહી લુહાણ થઈ ગયો હતો અને તે ત્યાંજ ઢળી પડયો હતો જેના પરિણામે આ શખ્સ તેની પકકડમાંથી છુટી જતા ભાગી છુટયો હતો આ દરમિયાનમાં અન્ય ત્રણ યુવકો પણ દોડી આવ્યા હતા અને તેઓ સ્થળ પરનું દ્રશ્ય જાઈ હેબતાઈ ગયા હતા બીજીબાજુ તકનો લાભ ઉઠાવી લુંટારુ ભાગી છુટયો હતો.

લોહી લુહાણ હાલતમાં પડેલા આકાશને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાની જાણ નિકોલ પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતાં અને તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં પોલીસને એલર્ટ કરી દેવામાં આવી હતી

જાકે આરોપીનો કોઈ પત્તો લાગ્યો ન હતો આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયેલો છે નિકોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.