નિકોલમાં રહેવા આશરો આપતાં મિત્ર સવા ત્રણ લાખની ઊચાપત કરી ગયો
(પ્રતિનિધિ)અમદાવાદ: નિકોલમાં મિત્રને થોડા દિવસ માટે આશરો આપવા જતાં વેપારીએ પોતાનાં રૂપિયા સાડા ત્રણ લાખની મત્તા ખોવાનો વારો આવ્યો છે. વેપારીનાં મિત્ર તેમનો મોબાઈલ ફોન વાહન લઈને રફુચક્કર થઈ ગયો હતો. બાદમાં ફોનમાંથી નેટ બેકીંગ દ્વારા સવા ત્રણ લાખ રૂપિયા પણ સેરવી લીધા હતા.
આ ઘટનાની વિગત એવી છે કે રત્નાભાઈ રબારી શ્રી હરી ફાઈનાન્સ નામે ઓઢવ સિંગારવા રોડ પર આવેલાં બિભેશ્વર કોમ્પ્લેક્ષમાં ઓફીસ ધરાવે છે. તેમનાં પિતરાઈ શામળભાઈ (૨૪) ઓફીસ સંભાળે છે અને દેવકૃપા, અમરજવાન સર્કલ નજીક નિકોલ ખાતે રહે છે. રત્નાભાઈનાં મિત્ર મિહીર પ્રજાપતિ (મીલ કામદાર સોસાયટી, કલાર્ક, ગાંધીનગર)ેને તેનાં ઘરે બબાલ થતાં તેને શામળભાઈની સાથે અઠવાડીયા સુધી વટવાની વ્યવસ્થા કરી હતી.
જાેકે થોડાં દિવસ અગાઉ શામળભાઈ અને મિહીરભાઈ રાત્રે જમીને સૂઈ ગયા હતા. મધરાત્રે મિહીરભાઈ બાઈકની ચાવી તેમનો મોબાઈલ ફોન લઈને જતાં રહ્યા હતા. સવારે મિહીરભાઈ ન દેખાતાં શામળભાઈએ શોધખોળ કર્યા બાદ રત્નાભાઈને જાણ કરી હતી. આ દરમિયાન મિહીરભાઈએ મોબાઈલ ફોનમાંથી નેટ બેકીંગ દ્વારા રૂપિયા સવા ત્રણ લાખ રૂપિયા પણ ઉપાડી લીધા હતા. શોધખોળ કર્યા છતાં મિહીરભાઈ ન મળી આવતાં છેવટે રત્નાભાઈ નિકોલ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને મિહીરભાઈ વિરૂદ્ધ રોકડ, ફોન તથા વાહન લઈ જતાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી.