નિકોલમાં વહેલી સવારે ચોર ત્રાટક્યાઃ પોણા બે લાખની મતાની ચોરી
અમદાવાદ : નિકોલમાં રાત્રે સુતા પહેલા બારીનો દરવાજા બંધ કરવાનું ભુલી જતા ચોરો રૂપિયા પોણા બે લાખની મત્તાની ચોરી કરી ગયાની ફરીયાદ આજે વહેલી સવારે નોધાઈ છે. આ અંગે રવજીભાઈ પ્રેમજીભાઈ પટેલ ૬૦ એ ફરીયાદ નોધાવી છે જે કન્સ્ટ્રકશનનો ધંધો કરે છે તેમના જણાવ્યાનુસાર રાત્રે ગરમી લાગતા હોવાથી ઘરના સભ્યો પોતાના રૂમમા સુઈ ગયા હતા
નિત્ક્રમનુસાર તેમના પત્ની વિજ્યાબેન વહેલી સવારે ૪ વાગ્યે ઉઠીને હોલમા ઘડીયાળ જાવા આવતાં ત્યા તિજારીમાં તાળા તુટેલા જાવા હતા જેથી વિજયાબેને બુમાબુમ કરતા અન્ય પરીવારનો પણ જાગી ગયા હતા
જેથી ઘરનાં બીજા બેડરૂમ તપાસતા ત્યા પણ સામાન વેરવિખેર પડ્યો હતો અને ઘરમાંથી સોના ચાદીના દાગીના ઉપરાંત રોકડ રકમ સહીત કુલ એક લાખની સાહીઠ હજારની મતા ગાયબ હતી. આ અંગે રવજીભાઈએ જાણ કરતા પોલીસ પણણ આવી પહોચી હતી પ્રાથમિક તપાસમાં ચોર મકાનમાં પાછળના બેડરૂમની ખુલ્લી બારીમાંથી હાથ નાખી બેડરૂનો દરવાજા ખોલી અંદર પ્રવેશ્યો હોવાનું ખુલ્યુ છે.