Western Times News

Gujarati News

નિકોલમાં વ્યાજખોરોએ મકાન પચાવી પાડ્યું

વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં  ખસેડાયો

(પ્રતિનિધિ) અમદાવાદ : રૂરીયાતમંદ લોકો અને વેપારીઓને ઉંચા વ્યાજે નાણાં ધીર્યા બાદ તેમની પાસેથી રૂપિયા પડાવવાનું તથા જરાક પણ ચૂક થાય તો આવા લોકો પાસેથી તેમની મિલકતો પડાવી લેવાનું વ્યવÂસ્થત તંત્ર જ કેટલાંક વ્યાજખોરો ચલાવે છે જેના કારણે માનસિક રીતે પડી ભાંગેલા કેટલાય લોકો આત્મહત્યા જેવું છેલ્લું પગલું અપનાવતા હોય છે. આવો જ એક બનાવ નિકોલ વિસ્તારમાં બન્યો છે.

જેમાં વેપારીએ ધંધામાં જરૂર પડતાં ૧૦ ટકા વ્યાજે નાણાં લીધા હતા. ધંધામાં મંદી આવતા વ્યાજખોરોએ તેના ઘરનું વેચાણ કરીને તેની સાથે છેતરપીંડી કરી રૂપિયા આપ્યા નહતા. ઉપરાંત મકાનમાંથી નીકળી જવા નહી તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા વેપારીએ છેવટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને આ અંગેની જાણ થતાં જ તેમણે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે પંકજભાઈ પટેલ ઠક્કરનગરમાં આવેલી સૌરાષ્ટ્રનગર સોસાયટીમાં રહે છે તથા ભરતકામનો વેપાર ધરાવે છે આશરે પાંચ વર્ષ અગાઉ ધંધામાં જરૂરીયાત ઉભી થતાં પંકજભાઈએ વિક્રમ રબારી (લીલાનગર, ખોડીયારનગર, નિકોલ) પાસેથી વ્યાજે બે લાખ રૂપિયા લીધા હતા. બાદમાં વધુ જરૂર પડતાં સતાધાર સોસાયટી પાસે પાનનો ગલ્લો ધરાવતા તથા ખોડીયારનગર નિકોલ ખાતે રહેતા બકાભાઈ મોદી પાસેથી પણ પાંચ લાખ રૂપિયા લીધા હતા જેનું વ્યાજ બંનેને રેગ્યુલર ચુકવતા હતા. જાકે ધંધામાં મંદી આવતા તે કેટલાંક સમયથી વ્યાજ ચુકવી શકયા નહતા.

જેના કારણે વિક્રમ તથા બકો બંને રૂપિયા માટે દબાણ કરવા લાગ્યા હતા. બાદમાં વિક્રમે પંકજભાઈને તેમનું મકાન વેચવાનું કહેતા તે સંમત થયા હતા જેથી વિક્રમ પ્રતિક રબારી નામના વ્યક્તિને મકાન ખરીદવા માટે તૈયાર કર્યો હતો. મકાનની કિંમત પંદર લાખ નકકી કર્યા બાદ પંકજભાઈએ તેને તમામ દસ્તાવેજા આપી દીધા હતા.

જાકે વિક્રમે પોતાના બે લાખ રૂપિયા કાપ્યા બાદ બાકીના તેર લાખ રૂપિયા દોઢેક મહીનામાં આપવાનું જણાવ્યું હતું. જાકે કોર્ટમાંથી મકાન ખાલી કરવાની નોટીસ આવતા ચોંકી ઉઠયા હતા જે મુજબ વિક્રમે મકાન પ્રતિકના નામે કરી દીધું હતું જેથી પંકજભાઈએ વિક્રમને આ અંગે વાત કરતાં તેણે મકાન પ્રતિક રબારીને આપી દીધું છે તને રૂપિયા આપી દીધા છે હવે તું મકાન ખાલી કરી નાખ નહીતર જાનથી મારી નાંખીશ જેવી ધમકીઓ આપી હતી.

સતત મકાન ખાલી કરવાની ધમકીઓને કારણે તથા પરીવારની ચિંતા ખુબજ વધી જતાં કેટલાક દિવસ અગાઉ પંકજભાઈ માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જાકે કોઈક રીતે તેમને હોસ્પીટલમાં પહોંચાડવામાં આવતા પંકજભાઈનો જીવ બચી ગયો હતો.

બાદમાં પંકજભાઈએ આ અંગેની ફરીયાદ નિકોલ પોલીસને આપતા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને હવે વ્યાજખોર વિક્રમ રબારી, બકાભાઈ મોદી ઉપરાંત રવિ રબારી અને પ્રતિક રબારી (તમામ રહે. ખોડીયાનગર, નિકોલ)ની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.