Western Times News

Gujarati News

નિકોલમાં ૧૪ વર્ષની કિશોરીની આત્મહત્યા

પોલીસ અધિકારીઓએ આપઘાતની કારણ જાણવા પરિવારજનોની શરૂ કરેલી પુછપરછઃ રામોલમાં યુવકે ઝેર પીધું

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં આત્મહત્યાની વધતી જતી ઘટનાઓ વચ્ચે શહેરના નિકોલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં ૧૪ વર્ષની કિશોરીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને પરિવારજનો ખૂબ જ વ્યથિત બની ગયા છે ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોચી ગયા હતા અને આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે

આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી આત્મહત્યાની ઘટનાઓનો સિલસિલો શરૂ થયો છે શહેરના સાબરમતી રિવરફ્રંટ પર આત્મહત્યાની ઘટનાઓ અટકાવવા તરવૈયાઓની ટુકડીઓ તથા ફાયરબ્રિગેડ અને સ્થાનિક પોલીસ સતત તૈનાત હોય છે

જેના પરિણામે રિવરફ્રંટ પરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાની ઘટનાઓ અંકુશમાં આવી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ઘરમાં જ આત્મહત્યા કરતી વ્યક્તિઓની યાદી લાંબી બની ગઈ છે આ તમામ પરિસ્થિતિ વચ્ચે શહેરના નિકોલ વિસ્તારમાં વીઆઈપી સ્કુલની પાછળ આવેલ સરિતા રેસીડેન્સીમાં રહેતા અશ્વિનભાઈ પટેલની ૧૪ વર્ષની પુત્રી સૃષ્ટિએ તા.૧૬મીના રોજ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો

વાલસોયી પુત્રીનો મૃતદેહ લટકતી હાલતમાં જાઈ પરિવારજનો ખૂબ જ વ્યથિત બની ગયા હતા અને બુમાબુમ કરતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા આ ચોંકાવનારી ઘટના અંગે નિકોલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી અને સૃષ્ટિના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

આ ચોંકાવનારી ઘટનાની તપાસ નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર એ.જે. પરમારને સોંપવામાં આવી છે ૧૪ વર્ષની કિશોરીની આત્મહત્યાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે જાકે હજુ સુધી સાચુ કારણ જાણવા મળ્યુ નથી. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં પણ દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. આત્મહત્યાની બીજી ઘટના રામોલ વિસ્તારમાં બની છે.

રામોલના વસ્ત્રાલ રોડ પર આવેલા અધ્યાય રેસીડેન્સીમાં રહેતા હરેશભાઈ ડેર નામના યુવકે પોતાના ઘરમાં જ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પરિવારજનોને જાણ થતાં તેમને ગંભીર હાલતમાં સિવિલ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની હાલત વધુને વધુ કથળતી જતી હતી આખરે હોસ્પિટલમાં  સારવાર દરમિયાન હરેશભાઈનું મૃત્યુ નીપજયું હતું આ અંગે રામોલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.