નિકોલ, ઓઢવ, અમરાઈવાડી અને ગોમતીપુર વોર્ડમાં તંત્રનો સપાટો
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનનામ સત્તાવાળાઓ નિકોલ વોર્ડ, ઓઢવ વોર્ડ, અમરાઈવાડી વોર્ડ અને ગોમતીપુર વોર્ડમાં વિવિધ રેસ્ટોરાં, ટી સ્ટોલ અને ફાસ્ટ ફૂડ સ્ટોલ પર માસ્ક ન પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવવાના મામલે ત્રાટક્યા હતા.
તંત્રએ આલ્ફાવન મોલ બાદ ગઈકાલે હિમાલયા મોલમાં આવેલા મેકડોનાલ્ડના આઉટલેટ અને કોર્પોરેટ રોડ પર આવેલી સેવિયર ફાર્માસ્યુટિકલ કંપનીને સીલ લગાવ્યાં હતા. આજથી મ્યુનિ. તંત્રની ૧પ૧ ટીમ મેદાનમાં ઉતરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિ્ંાંગ ન હોય તેવાં એકમને સીલ કરશે.
કાલે તંત્રે પૂર્વ ઝોનના એસપી રીંગરોડ પરના નિકોલ વોર્ડ હેઠળના સુપેરિયા-રને રૂા. રપ૦૦ અને કાઠિયાવાડના આંગણે રૂા. ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. તેમજ ખેતલાઆપા ટી સ્ટોલ, જાેકર ગાંઠિયા અને ટેસ્ટ ઓફ એગને સીલ માર્યુ હતું. જ્યારે ઓઢવ વોર્ડમા જય ભેરૂનાથ પરોઠાને સીલ કરાયું હતું. વિલિયમ જાેન પિઝાને ચેતવણી અપાઈ હતી, જ્યારે માસ્ક વગર ફરનારા નવ લોકોને પકડીને રૂા. ૪પ૦૦નો દંડ ફટકારાયો હતો. તંત્રએ ઓઢવ વોર્ડમાં ચાર એકમને સીલ કરીને રૂા. ૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.
જ્યારે અમરાઈવાડી વોર્ડના રાયપુર ભજીયાને રૂા. પ,૦૦૦નો દંડ ફટકારાયો હતો તેમજ ખોખરા વિસ્તારના ફાસ્ટ ફૂડ સ્ટોલ અને ગુડ લેન્ડ ચાઈનાને તાળાં માર્યા હતા.