નિકોલ તથા સોલામાંથી ત્રણ લાખનાં વિદેશી દારૂ સાથે બે ની અટક
(પ્રતિનિધિ) અમદાવાદ : રાજય સરકાર દ્વારા દારૂબંધીનો કડક અમલ થાય એ માટે એ અંગેના કાયદાઓ કડક કરવામાં આવ્યા હતા. જાકે સમગ્ર કાયદા ેપેપર ઉપર જ રહી ગયા છે અને રાજયમાં દારૂની રેલમછેલ યથાવત છે રાજસ્થાન, એમ.પી કે અન્ય રાજયોમાંથી ગુજરાતના અંતરીયાળ વિસ્તારોમાં બેરોકટોક વેચાઈ રહયો છે આ સ્થિતિ શહેરમાં બે સ્થળેથી દારૂ ભરેલી ગાડીઓ જપ્ત કરાઈ છે.
નિકોલ વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ સમયે બાતમીને આધારે અ.મ્યુ.કો.ની પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી હતી જેને પગલે સવારે સવા દસ વાગ્યાના સુમારે એક ટ્રક પસાર થતાં તેને કોર્ડન કરી લેવાઈ હતી ટ્રક ચાલક શૈતાન રાવતની અટક કરી ટ્રકની તલાશી લેતા સફેદ પાવડરની થેલીઓની નીચે વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો
જેમાં ઈંગ્લીશ દારૂની બોટલ ર૭૪ નંગ, બિયરના ટીન ૮૦૦ જેટલા કુલ મળીને ત્રણેક લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી અજમેર રાજસ્થાનના રહેવાસી શૈતાનની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે. જયારે સોલા વિસ્તારમાં પણ બાતમીને આધારે સતીષકુમાર કેદારનાથ દુબે (ચાંદલોડીયા) નામના શખ્સને અટકાવ્યો હતો તથા ઈંગ્લીશ દારૂની ર૪ બોટલો જપ્ત કરી હતી સતીશ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો એ દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.