નિક જાેનસે ભૂલથી પ્રિયંકા ચોપરાના ડ્રેસ પર પગ મૂક્યો
મુંબઈ: ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ કોઈને કોઈ કારણથી હંમેશા ચર્ચામાં રહે છે. માત્ર ભારત કે અમેરિકામાં જ નહીં પરંતુ આખી દુનિયામાં આ બંનેની ખાસ્સી એવી ફેન ફોલોઈંગ છે. હવે ‘બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ્સ ૨૦૨૧’માંથી પ્રિયંકા ચોપરા અને નિક જાેનસના રેડ કાર્પેટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તેમાંથી એક વીડિયો સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં નિક જાેનસ પત્ની પ્રિયંકાના ડ્રેસ પર ભૂલથી પગ મૂકી દે છે પછી જે થાય છે તે જાેવાલાયક છે. પ્રિયંકા અને નિકના ફેન ક્લબે આ વીડિયો શેર કર્યો છે.
નિક બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ્સ ૨૦૨૧ હોસ્ટ કર્યો હતો, તો પ્રિયંકા પણ પ્રેઝેન્ટર હતી, પરંતુ સૌથી મજાની વાત ત્યાં બની જ્યારે પ્રિયંકા ચોપરા રેડ કાર્પેટ પર પોઝ આપી રહી હતી. વીડિયોમાં જાેઈ શકાય છે કે, નિક પણ પ્રિયંકા પાસે પોઝ આપવા માટે આવે છે અને બંને એકબીજાને કિસ કરે છે. પરંતુ ત્યારે જ ભૂલથી નિકનો પગ પ્રિયંકાના ડ્રેસ પર પડી જાય છે. જેવું નિકનું ધ્યાન જાય છે કે તે તરત પગ હટાવીને ખૂબ જ પ્રેમથી પ્રિયંકાનો ડ્રેસ ઠીક કરવા લાગે છે. નિકને આ રીતે પ્રિયંકાની કાળજી લેતો જાેઈને ફેન્સને સારું લાગી રહ્યું છે અને તેઓ નિકના વખાણ કરતાં થાકી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, એવોર્ડ શો બાદ પ્રિયંકાએ નિક માટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી.
જેમાં તેણે લખ્યું હતું કે, ‘પતિની પ્રશંસામાં લખેલી પોસ્ટ-નિક જાેનસ મને તારા પર ખૂબ ગર્વ છે બેબી. પાંસળી તૂટી હોવા છતાં તું રોકાયો નહીં. તારી કામ કરવાની રીત મને પ્રેરિત કરે છે. આઈ લવ યુ. બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ્સ મ્યૂઝિકની દુનિયાનો જાણીતો એવોર્ડ છે. આ એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકા ચોપરા થાઈ હાઈ લેગ સ્લિટવાળો ન્યૂડ શેડનો ડ્રેસ પહેરીને પહોંતી હતી.
પ્રિયંકા ચોપરાએ આ ડ્રેસ સાથે મોંઘી જ્વેલરી પણ પહેરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકાએ ૪૦ કેરેટની ડાયમંડ જ્વેલરી પહેરી હતી. પ્રિયંકાએ પહેરેલું રોઝ ગોલ્ડ બ્રેસલેટનું કુલ વજન ૨૪.૯ કેરેટ હતું જ્યારે રોઝ ગોલ્ડ ઈયરિંગ્સનું વજન ૧૪.૧૮ કેરેટ હતું. પ્રિયંકાએ પોતાના નખમાં પણ નાના ડાયમંડ્સ લગાવ્યા હતા.