નિખિલ સાથેના તેના લગ્ન ભારતીય કાયદા હેઠળ માન્ય નહોતાઃ નુસરત જહાં
નવીદિલ્હી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાંએ ૧૯ જૂન ૨૦૧૯ ના રોજ તુર્કીમાં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. એક વર્ષ પછી નવેમ્બર ૨૦૨૦માં બંને અલગ થઈ ગયા. નુસરતે દાવો કર્યો છે કે નિખિલ સાથેના તેના લગ્ન ભારતીય કાયદા હેઠળ માન્ય નહોતા, પરંતુ ચૂંટણીના સોગંદનામામાં તેણે પોતાને પરિણીત હોવાનું જાહેર કર્યું હતું. આ સ્થિતિમાં તેના લગ્નને લઈને મોટો વિવાદ થયો હતો.
હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન હવે તેને આ મુદ્દે ખુલીને વાત કરી છે. નુસરતે કોઈનું નામ નથી લીધુ અખબારને ઈન્ટરવ્યુમાં નુસરતે કહ્યું કે, તેને મારા લગ્ન માટે પૈસા ચૂકવ્યા નથી, તેણે હોટેલનું બિલ પણ ચૂકવ્યું નથી. મારે તેને કંઈ કહેવાની જરૂર નથી, હું પ્રમાણિક છું. મને દુનિયા સમક્ષ ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી, પરંતુ -હવે મેં બધું સાફ કરી દીધું છે.
જાે કે નુસરતે કોઈનું નામ લીધું ન હતું, પરંતુ તેણીએ કહ્યું કે અન્યને દોષી ઠેરવવા અથવા અન્યને ખરાબ દેખાડવા સરળ છે. તે દાવા સાથે કહી શકે છે કે તેણે સમગ્ર વિવાદમાં કોઈને નીચા નથી દેખાડ્યા. આ વાત કહી રાજનીતિ પર વાત કરતી વખતે નુસરતે કહ્યું કે તે, નવેમ્બરમાં સંસદના શિયાળુ સત્રમાં ભાગ લેશે.
તાજેતરમાં જ તેની મિત્ર અને અભિનેત્રી શ્રાબંતી ચેટર્જીએ ભાજપ છોડી દીધું હતું, જેના પર નુસરતે કહ્યું કે તે ક્યારેય કોઈને રાજકીય સલાહ નહીં આપે. ખાસ કરીને તે શ્રાબંતીને કોઈ સલાહ આપતી નથી, કારણ કે તે તેને રાજકીય ઉથલપાથલ વિશે કંઈ કહેતી નથી.HS