નિત્યાનંદની ધરપકડ પહેલા ગેજેટ-અન્ય પાસામાં તપાસ
અમદાવાદ: પૂર્વ શિષ્યની ચાર પુત્રીઓ ગાયબ થવાના મામલામાં ફસાયેલા જાતે બની બેઠેલા ગોડમેન નિત્યાનંદ સ્વામીએ આજે પોતે એક વિડિયો જારી કરીને પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. નિત્યાનંદે કહ્યું છે કે, તેમને ફસાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેઓ કોઈ ખોટી માહિતી આપી રહ્યા નથી. નવેમ્બરની શરૂઆતમાં તમિળનાડુમાં રહેતા નિત્યાનંદના એક પૂર્વ શિષ્ય દ્વારા અમદાવાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, નિત્યાનંદ આશ્રમમાં રહેતી તેમની ચાર પુત્રીઓ લાપત્તા છે. ત્યારબાદથી સમગ્ર મામલામાં તપાસ ચાલી રહી છે.
ગુરુવારના દિવસે બે સાધિકાની અટકાયત કરવામાં આવી હતી. તેમની પુછપરછ થઇ રહી છે. એજ ગાળામાં વિડિયો પણ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ પૂર્વ વિદેશી શિષ્યાએ દાવો કર્યો છે કે, નિત્યાનંદ આશ્રમના લોકોના બ્રેઇન વોશ કરે છે. તેમની નોંધ લેવામાં આવે તે જરૂરી છે.
નિત્યાનંદ આશ્રમ મામલામાં તપાસનો દોર ચાલી રહ્યો છે. આના ભાગરુપે નિત્યાનંદ આશ્રમથી કહેવાતીરીતે ગુમ થયેલી યુવતીઓ અને બાળકોને ગોંધી રાખવાના મામલામાં તપાસ ચાલી રહી છે. તપાસ ટીમને જુદી જુદી વસ્તુઓ મળી ચુકી છે જેમાં પણ તપાસ ચાલી રહી છે. આ સંદર્ભમાં આજે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી કેટી કામરિયાએ કહ્યું હતું કે, ટેબ્લેટનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવતો હતો. તે સંદર્ભમાં આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની પુછપરછ કરવામાં આવી રહી છે.
જા કે, કબજે લેવામાં આવેલા સાધનોમાં તપાસ કર્યા બાદ જ નિત્યાનંદની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. પાસપોર્ટની વિગતો હજુ સુધી મળી રહી નથી. તેમની પાસે હાલના પાસપોર્ટની મુદ્દત પુરી થઇ ચુકી છે. હવે નિત્યાનંદ આશ્રમ મામલામાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે.